________________
મુંબઈ, પોષ વદ ૯, ગુરુ, ૧૯૫૨
દેહાભિમાનરહિત એવા સત્પુરુષોને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. જ્ઞાનીપુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે, અને ફરી ફરી તે ત્યાગનો ઉપદેશ કર્યો છે, અને ઘણું કરી પોતે પણ એમ વર્ત્યા છે, માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેથી સંક્ષેપવૃત્તિ જોઈએ, એમાં સંદેહ નથી.
વ. પત્રાંક - ૬૬૫
આરંભ પરિગ્રહનો ત્યાગ કયા કયા પ્રતિબંધથી જીવ ન કરી શકે, અને તે પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય એ પ્રકારે મુમુક્ષુ જીવે પોતાના ચિત્તમાં વિશેષ વિચાર-અંકુર ઉત્પન્ન કરી કંઈ પણ તથારૂપ ફળ આણવું ઘટે. જો તેમ કરવામાં ન આવે તો તે જીવને મુમુક્ષુતા નથી, એમ પ્રાયે કહી શકાય.
આરંભ અને પરિગ્રહનો ત્યાગ કયા પ્રકારે થયો હોય તો યથાર્થ કહેવાય તે પ્રથમ વિચાર કરી પછી ઉપર કહ્યો તે વિચાર-અંકુર મુમુક્ષુ જીવે પોતાના અંતઃકરણમાં અવશ્ય ઉત્પન્ન કરવો યોગ્ય છે. તથારૂપ ઉદયથી વિશેષ લખવાનું હાલમાં બની શકતું નથી.
૧૬૪
સંવત ૧૯૫૨, પોષવદ ૧૪, સોમવાર
પ્રેમપુંજ તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ સાહેબજી શ્રી રાજ્યચંદ્રભાઈ, મુ. મુંબાઈ બંદર.
શ્રી સાયલેથી લિ. આપનો આજ્ઞાંકિત સેવક “સોભાગના' નમસ્કાર વાંચશો. આપનો કાગળ દન (દિવસ) ૮-૧૦ પેલા (પહેલા) આવેલ તાર (ત્યાર) પછી મુદ્દલ નથી. તો કીરપા (કૃપા) કરી લખજો. આપનો પત્ર આવે છે ત્યારે ઘણો આનંદ થાય છે. આપનો આવેલ કાગળ અને એક મગન પાસે કાગળ છે તે ખંભાત ચોપડીમાં છાપવા બીડી આપવા વિચાર છે. આ સંસારમાં ઉપાધિ એક જ નજરમાં આવે છે. આટલા દિવસ ઘણી ભોગવી હજુ થોડી બોત (બહુ) છે પણ હવે થોડા વખતમાં છૂટશે એમ મન થઈ ગયું છે. અતારથી (અત્યારથી) છોડ્યું હોય તો છૂટે પણ છોડીને કાં (ક્યાં) રેવું (રહેવું) એ મન માનતું નથી.
ગોળિયો દન ૩ થયા વઢવાણથી આવ્યા છે. આપનો આવેલ કાગળ વંચાવ્યો
હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
પત્રાંક - ૨૬
米
For Personal & Private Use Only
...
www.jainelibrary.org