________________
વયે પણ એટલી તીવ્ર હતી કે તેમણે ટૂંક સમયમાં ગુજરાતી સાતે ચોપડીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો, એટલું જ નહિ, જે વ્યક્તિ પાસેથી તેમણે શિક્ષણ લેવાની શરૂઆત કરી હતી, તે વ્યક્તિને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે ચોપડીનો બોધ કર્યો હતો. પોતાની શક્તિ વિષે તેમણે લખેલી “સમુચ્ચયવયચર્યા”માં લખ્યું છે કે, “સાત વર્ષથી અગિયાર વર્ષ સુધીનો કાળ કેળવણી લેવામાં હતો. આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભોગવે છે, તેટલી ખ્યાતિ ભોગવવાથી તે કંઈક અપરાધી થઈ છે, પણ તે કાળે નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલોકન કરવું પડતું હતું. છતાં ખ્યાતિનો હેતુ ન હતો, એટલે ઉપાધિ બહુ ઓછી હતી. સ્મૃતિ એવી બળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુ જ થોડા મનુષ્યોમાં આ કાળે, આ ક્ષેત્રે હશે. અભ્યાસમાં પ્રમાદી બહુ હતો, વાતડાહ્યો, રમતિયાળ અને આનંદી હતો. પાઠ માત્ર શિક્ષક જે વેળા વંચાવે તે જ વેળા વાંચી તેનો ભાવાર્થ કહી જતો. એ ભણીની નિશ્ચિંતતા હતી. તે વેળા પ્રીતિ– સરળતા વાત્સલ્યતા મારામાં બહુ હતી. સર્વથી એકત્વ ઇચ્છતો, સર્વમાં ભાતૃભાવ હોય તો જ સુખ, એ મને સ્વાભાવિક આવડ્યું હતું. લોકોમાં કોઈપણ પ્રકારથી જુદાઈના અંકુરો જોતો કે મારું અંતઃકરણ રડી પડતું. તે વેળા કલ્પિત વાતો કરવાની મને બહુ ટેવ હતી. આઠમા વર્ષમાં મેં કવિતા કરી હતી, તે પાછળથી તપાસતાં સમાપ હતી.’ (પત્રાંક : ૮૯)
શાળાનો અભ્યાસ છોડ્યા પછી શ્રીમદ્ અન્ય પુસ્તકોનો ઘેર રહીને નિયમથી અભ્યાસ કરતા. તીવ્ર સ્મરણશક્તિ તથા સમજશક્તિ હોવાને કારણે સંસ્કૃત, માગધી અને હિન્દી ભાષાઓ પર તેમણે સ્વતંત્ર રીતે અભ્યાસ કરીને સારો એવો કાબૂ મેળવ્યો હતો.
આઠ વર્ષની વયથી કવિતા રચવાનો પ્રારંભ કરનાર શ્રીમદ્ રાજચંદ્રજી આજન્મ કવિ હતા. તેઓએ બહુ સુંદર પદો રચેલાં જે વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ પણ થયેલાં. “આત્મસિદ્ધિશાસ્ત્ર' તેમની કવિત્વ શક્તિનો તથા પ્રજ્ઞાનો અનેરો પરિચય આપતું મહાકાવ્ય જ છે. (આ સંબંધી એક અલગ પ્રકરણ છે.)
એક કવિ તરીકે તેઓ જગપ્રસિદ્ધ થયા અને તે સમયે મહાત્મા ગાંધીજી તથા અન્ય પ્રતિષ્ઠિત વર્ગ તેમને “કવિ રાયચંદ” તરીકે ઓળખતા.
સહજ કવિત્વ શક્તિસંપન્ન શ્રીમદ્ રાજચંદ્રજીની જીવનદૃષ્ટિ “સાચું તે જ મારું” એ પ્રકારની પ્રથમથી જ હતી. સત્યના આગ્રહી શ્રીમદ્ રાજચંદ્રજીના જૈન સંબંધી
હૃદયસખા શ્રી સૌભાગ્ય
८
Jain Education International
For Persovate Use Only
...
www.jainelibrary.org