________________
ગુજરી ગયા. “ગુજરી ગયા” એ શબ્દ પ્રથમ વાર જ બાળક રાયચંદને કાને પડે છે. મૂંઝવણ અનુભવે છે. કોને પૂછે? દોડતા દોડતા બાળસુલભ મુગ્ધતાથી સંકટ સમયની સાંકળ એવા દાદા પંચાણભાઈ પાસે આવે છે અને પૂછે છે કે, “દાદા ! ગુજરી જવું તે શું ?”
દાદાને થાય છે કે, આ નાના બાળકને કહેવાથી ગભરાઈ જશે એટલે તે વાત ટાળવા જવાબ આપવાને બદલે કહે છે કે, “જા, રોંઢો (સાંજનું ભોજન) કરી લે.”
પરન્તુ બાળક શ્રીમદ્ રાજચંદ્ર ફરીથી પૂછે છે કે, “દાદા ! કહોને ગુજરી જવું તે શું ?” આમ વારંવાર પૂછવા લાગ્યા તેથી દાદા પંચાણભાઈ પ્રત્યુત્તરમાં જણાવે છે કે, “જો દીકરા, તે હવેથી બોલશે નહીં, ખાશે નહીં, પીશે નહીં હોં !” આ જવાબથી બાળક રાજચંદ્રજીને સંતોષ નથી થતો એટલે પુનઃ પ્રશ્ન કરે છે કે, “દાદા ! કેમ બોલશે નહીં? ખાશે નહીં? પીશે નહીં?” ત્યારે દાદા પંચાણભાઈ વિસ્તારપૂર્વક સમજાવે છે કે, “બેટા, એનો જીવ નીકળી ગયો છે એટલે પછી શરીર બોલી શકે નહીં, ખાઈ શકે નહીં, પી શકે નહીં કે હાલી-ચાલી શકે નહીં.” આગળ સમજાવતાં કહે છે કે, “તે શરીરને સ્મશાનમાં લઈ જઈ બાળી નાંખશે.” બાળક શ્રીમદ્ રાજચંદ્રથી સ્મશાનમાં સૌની સાથે જઈ શકાય એમ નહોતું તેથી છૂપી રીતે તળાવ પાસે ગયા અને સ્મશાન ભૂમિ જોઈ શકાય એ હેતુથી બે શાખાવાળા એક બાવળના ઝાડ પર ચડીને તેમણે જોયું તો ચિતા બળતી હતી અને આસપાસ માણસો બેઠા હતા. શ્રીમદ્રને વિચાર આવ્યો કે, “આ લોકો તે કેવા ક્રૂર છે? આવા સુંદર ને સારા માણસને બાળે છે? આ શરીર તો એનું એ જ છે. એમાંથી ચાલ્યું શું ગયું ? એ કયું તત્ત્વ હશે ?”
આમ વિચારણા પર ચડી જતાં સ્મૃતિપટ પરનું આવરણ ખસી જાય છે ને પૂર્વજન્મોની સ્મૃતિ થઈ આવે છે. જાતિ-સ્મૃતિ જ્ઞાન પ્રગટે છે. જે વૃક્ષ પર આ જ્ઞાન પ્રાપ્ત થયેલ તેના થડનો નાનો ભાગ આજે પણ વવાણિયાના જન્મભુવનમાં રાખવામાં આવેલ છે. પૂર્વજન્મના અનુભવના કારણે શ્રીમદ્જીનો વૈરાગ્ય દિવસે દિવસે તીવ્ર થતો ગયો હતો.
બાળક રાયચંદ સાત વર્ષના થતાં તેમને અભ્યાસ માટે શાળામાં બેસાડવા તેમના પિતાજી શ્રી રવજીભાઈ લઈ ગયા ત્યાં જઈ શાળાના આચાર્યશ્રીને શ્રી રવજીભાઈ કહે છે કે, “માસ્તર સાહેબ ! આ મારો એકનો એક લાડકો પુત્ર છે. તેને બરાબર ભણાવજો. ભાઈશાબ ! એને મારશો કે લડશો નહિ હોં !” આમ બાળક રાયચંદ અભ્યાસ કરવા લાગ્યા. તેમની સમજણશક્તિ અને સ્મરણશક્તિ એ શ્રી સોભાગભાઈને મળતાં પહેલાંના શ્રીમદ્જી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org