________________
પૂર્વબદ્ધ ખ્યાલો દૂર થતા ગયા છે અને જૈન સંબંધી વિશેષ વિશેષ જાણવાનું આકર્ષણ વધતું ગયું છે. તેઓને જ્યોતિષનું જ્ઞાન પણ થયું હતું. | શ્રી રવજીભાઈને માતા-પિતા ઉપરાંત પત્ની દેવબાઈ, બાળક રાયચંદ ઉપરાંત મનસુખભાઈ નામે અન્ય પુત્ર તેમ જ ચાર પુત્રીઓ અનુક્રમે શિવકુંવરબાઈ, ઝબકબાઈ, મેનાબાઈ તથા જીજીબાઈ હતાં. આમ કુલ દસ વ્યક્તિઓનું બહોળું કુટુંબ હતું. આર્થિક પરિસ્થિતિ બહુ સારી કહી શકાય એવી ન હતી. બાળક રાયચંદ નાનપણથી સમજુ હતા. કૌટુંબિક પરિસ્થિતિને સમજી બાળ રાયચંદ પિતાને સહાયભૂત થવા દુકાને બેસવા લાગ્યા. ફુરસદના સમયમાં તેમણે અનેક ગ્રંથો વાંચ્યા હતા. કેટલીક વખત તેઓ પદોની રચના પણ કરતા. શ્રીમદ્ રાજચંદ્રજી પોતાની “સમુચ્ચયવયચર્યામાં નોંધે છે કે, “હું મારા પિતાની દુકાને બેસતો, અને મારા અક્ષરની છટાથી કચ્છ દરબારને ઉતારે મને લખવા બોલાવે ત્યારે હું ત્યાં જતો. દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે, અનેક પુસ્તકો વાંચ્યાં છે, રામ ઇત્યાદિકનાં ચરિત્રો પર કવિતાઓ રચી છે, સંસારી તૃષ્ણાઓ કરી છે, છતાં કોઈને મેં ઓછો અધિકો ભાવ કહ્યો નથી, કે ઓછું-અધિકું તોળી દીધું નથી, એ મને ચોક્કસ સાંભરે છે.” (પત્રાંક : ૮૯) પોતાની ફરજમાં જરા પણ ચૂક ન આવવા દેવાની, કર્તવ્યપાલનની નિષ્ઠા શ્રીમદ્ રાજચંદ્રજીમાં બાળવયથી જ હતી. તેઓ બાળવયથી જ પીઢ વ્યક્તિ હતા.
દુકાને બેઠા બેઠા પણ શ્રીમદ્ રાજચંદ્રજીએ વેપાર શો કર્યો ? બાહ્ય વસ્તુઓનો વ્યાપાર કરવા સાથે એમણે આંતરવસ્તુનો-આત્મવસ્તુનો વ્યાપાર વધારવા માંડ્યો, દિનપ્રતિદિન શ્રુતજ્ઞાનની અનન્ય વૃદ્ધિનો વ્યાપાર આદર્યો. એમની જ્ઞાનપિપાસા એટલી બધી તીવ્ર હતી કે ખાનગીમાં તેમણે શ્રતની ઉત્કટ ઉપાસના આદરી. સંવત ૧૯૫૬માં લખેલા એક પત્રમાં પરમકૃપાળુદેવે લખ્યું છે કે, “એક શ્લોક વાંચતાં અમને હજારો શાસ્ત્રનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે.” (પત્રાંક : ૯૧૭) તે પરથી આ પરમ કૃતધર પુરુષની સર્વાતિશાયિની શ્રુતશક્તિ કેવી અગાધ હશે !
જન્મક્ષેત્ર વવાણિયામાં જેટલું ધર્મ સાહિત્ય ઉપલબ્ધ હતું તેટલું તો આશુપ્રજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી શીધ્ર પી ગયા, પણ આટલાથી જ્ઞાનપિપાસુ શ્રીમદૂની તૃષા છીપે એમ ન હતી, આથી વિશેષ સાહિત્યની ગવેષણાર્થે અન્ય ક્ષેત્ર પ્રત્યે દૃષ્ટિ દોડાવવાની હતી. એટલે તે અર્થે કે વ્યવહાર પ્રસંગે તેરમાં વર્ષ પછી શ્રીમદ્ રાજચંદ્રજીનું મોરબી વારંવાર જવાનું થતું. ત્યાં તેઓ પોતાના ફેબાને ઘેર રહેતા. તેની પડોશમાં વિનયચંદ્ર શ્રી સોભાગભાઈને મળતાં પહેલાંના શ્રીમદ્જી
Jain Education International
For Personal ivate Use Only
www.jainelibrary.org