________________
દફતરી નામે એક પ્રતિષ્ઠિત ગૃહસ્થ રહેતા હતા, તેના વૃદ્ધ પિતાશ્રી પોપટભાઈ બહુ ધર્મિષ્ઠ હતા. તેઓને શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે પ્રથમ દર્શને જ અપૂર્વ સ્નેહ જાગ્યો હતો. તેથી શ્રીમદ્ રાજચંદ્ર જ્યારે મોરબી પધારે ત્યારે તેમનો સમાગમ કરતા. તેઓ પોતાનો વખત જૈનાગમો વાંચવામાં ગાળતા. તેનો અપૂર્વ ભાવાર્થ શ્રીમદ્ પાસેથી સાંભળી શ્રીમદૂને “બાળસંતમહાત્મા” તરીકે ઓળખ્યા હતા, તેથી તેમનું આદર-માન બહુ કરતા. વિનયચંદભાઈ મોરબીમાંથી તેમ જ અમદાવાદ વગેરે સ્થળોથી પુસ્તકો મેળવી આપવામાં શ્રીમદ્ રાજચંદ્રજીને સહાય કરતા. એ રીતે આ પિતા-પુત્ર બન્ને શ્રીમદ્ રાજચંદ્રજીના ગુણજ્ઞ અંગત સ્નેહીઓ બન્યા હતા અને તેમનું ઘર શ્રીમદ્ રાજચંદ્રજીનું વાંચનાલય, લેખનાલય અને પુસ્તકાલય બન્યું હતું. | તેરથી સોળ વર્ષ સુધીનો સમય શ્રીમદ્ રાજચંદ્રજી માટે ધર્મમંથનકાળ હતો. વેદાન્ત-સાંખ્યયોગ-બૌદ્ધ-જૈન આદિ ષદર્શનનું સ્વરૂપ દર્શાવનારા ઉપલભ્ય ગ્રંથોનું ઊંડું અવગાહન તેમણે સ્વલ્પ સમયમાં કર્યું હતું. પદર્શનની તુલનાત્મક પરીક્ષા પરીક્ષાપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજીએ ન્યાયના કાંટા પર કરી, પદર્શનના તત્ત્વને નિષ્પક્ષ ન્યાયમૂર્તિની જેમ ન્યાયના કાંટે તોળ્યું. શ્રીમના આ પરીક્ષાપ્રધાનીપણાના ઝપાટામાં આત્માને નહિ માનનાર નાસ્તિક દર્શન ચાર્વાક દર્શન–પણ આવી ગયું ને એના ઝપાટામાં એકવાર શ્રીમજી પણ આવી ગયા ! પત્રાંક-૮૨માં શ્રીમદ્રજી આ અંગે સ્પષ્ટ ઉલ્લેખ છે કે – “...મોટી કલ્પના તે આ બધું શું છે? તેની હતી. તે કલ્પનાનું એકવાર એવું ફળ દીઠું પુનર્જન્મ નથી, પાપ નથી, પુણ્ય નથી, સુખે રહેવું અને સંસાર ભોગવવો એ જ કૃતકૃત્યતા છે. એમાંથી બીજી પંચાતમાં નહીં પડતાં ધર્મની વાસનાઓ કાઢી નાખી. કોઈ ધર્મ માટે ન્યૂનાધિક કે શ્રદ્ધાભાવપણું રહ્યું નહીં. થોડો વખત ગયા પછી એમાંથી ઓર જ થયું. ...કોઈ ઓર અનુભવ થયો અને જે અનુભવ પ્રાયે શાસ્ત્રમાં લેખિત ન હોય, જડવાદીઓની કલ્પનામાં પણ ન હોય, તેવો હતો.” આમ તત્ત્વમંથનકાળમાં એકવાર શ્રીમદ્જીને નાસ્તિકતાનો વિચાર પણ આવી ગયો, પણ “તત્ત્વવિચાર સુધારસ ધારા” આગળ ચાલતાં, અનુભવની કસોટીએ કસનારા પરીક્ષાપ્રધાની શ્રીમદ્જીને તે વિચાર મિથ્યા જણાયો અને તેમાંથી આ આત્મધર્મનું મૂળ તેમને હાથ લાગ્યું.
કોઈપણ મત-દર્શનના આગ્રહ કે પક્ષપાત વિના અત્યંત મધ્યસ્થતાથી પ્રામાણિક ન્યાયમૂર્તિની જેમ ન્યાયતુલા બરાબર જાળવીને, કેવળ શુદ્ધ તત્ત્વગવેષકપણે સ્વચ્છ અંતઃકરણથી પરીક્ષા કરતાં જોયું તો ભગવંત વીતરાગપ્રણીત ધર્મ જ આદિ, મધ્ય ને
૧0
.. હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personalvate Use Only
www.jainelibrary.org