________________
અંત એ ત્રણે કોટિમાં પહેલેથી તે છેલ્લે સુધી, અથથી ઇતિ સુધી પૂર્વાપર અવિરુદ્ધ અને સુસંવાદિતાવાળો પ્રતીત થયો. આગ્રહરૂપ એકાંતવાદ એ જ અન્ય દર્શનોનું દૂષણ છે અને નિરાગ્રહરૂપ અનેકાંતવાદ એ જ જિનદર્શનનું ભૂષણ છે. સ્યાદ્વાદી જિનદર્શન એ જ નિરાગ્રહ ને નિરાગ્રહ એ જ જિનદર્શન – એ એના સર્વસમન્વયકારી સ્યાદ્વાદની પરમ અદ્ભુત ચમત્કૃતિ છે; સર્વ દર્શનને પોતાના વિશાળ અંગમાં-પટમાં સમાવી લે એવી એની અદ્ભુત વિશાળતા છે. તેથી જ શ્રીમદ્ રાજચંદ્રજી લખે છે કે, “રચના જિન ઉપદેશકી, પરમોત્તમ તિનુ કાલ, ઈનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાળ.’’
આત્માદિ પ્રતિપાદન કરનારા જિનાગમો - ઉત્તરાધ્યયન સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, ભગવતી સૂત્ર, સૂત્રકૃતાંગ આદિ અને પ્રવચનસાર-પંચાસ્તિકાય-સમયસાર આદિ મહાન શાસ્ત્રો પ્રત્યે તેમ જ તે તે શાસ્ત્રપ્રણેતાઓ પ્રત્યે અને ચિદાનંદજી, આનંદઘનજી, દેવચંદ્રજી, હરિભદ્રજી, યશોવિજયજી, હેમચંદ્રજી, સમંતભદ્રજી, સિદ્ધસેનજી, વિગેરે સિદ્ધાંતનિષ્ઠ જ્ઞાનીઓ તેમ જ કબીરજી, નરસિંહ મહેતાજી, સુંદરદાસજી, અખાજી આદિ આધ્યાત્મિક યોગી પુરુષોનાં વચનો પ્રત્યે શ્રીમદ્ રાજચંદ્રજીને કુદરતી પરમ પ્રેમ હતો. આ જન્મમાં કદી પણ સંસ્કૃત-પ્રાકૃતનો અભ્યાસ નહિ છતાં તેઓ માત્ર સવા વર્ષમાં સમસ્ત આગમોનું ઊંડું તલસ્પર્શી અવગાહન કરી ગયા ! તેના ફલ સ્વરૂપે સોળ વર્ષ અને પાંચ માસની વયે શ્રીમદ્ રાજચંદ્રજીએ દર્શન પ્રભાવક “મોક્ષમાળા” ગ્રંથનું સર્જન કર્યું. શ્રીમન્ને સર્વસંગપરિત્યાગ કરવાનો મહાન મનોરથ હતો. ‘મોક્ષમાળા’ અને ‘ભાવનાબોધ'ના રચના કાળે તે વૈરાગ્યભાવ વિશેષ પલ્લવિત બન્યો. આથી જ વિ.સં. ૧૯૪૨માં તેઓના હૃદયમાં ભક્તિ, જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યના ભાવો કેવા પ્રબળ બન્યા છે એ દર્શાવતાં લખે છે -
“ઓગણીસોં ને બેતાલીસે, અદ્ભુત વૈરાગ્ય ધાર રે ધન્ય રે દિવસ આ અહો.”
આવો ત્યાગ અનેક જીવોના કલ્યાણના નિમિત્તરૂપ બનશે તેમ માનીને શ્રીમદે માતાની આજ્ઞા મેળવવાનો વિચાર કર્યો. એક વાર શ્રીમદ્ અને તેમનાં માતા દેવમા ઘરના ફળિયામાં ખાટલા પર બેઠાં હતાં. આ સમયે શ્રીમદે માતાને કહ્યું, “મા મારે તારી રજા જોઈએ છે. તમે રજા આપો તો મારે જંગલમાં જઈને સાધુ થવું છે.”
માતાએ કહ્યું, “ના દીકરા, ના. તું તો છે મારી આંખનું રતન અને મારા કુળનો
શ્રી સોભાગભાઈને મળતાં પહેલાંના શ્રીમદ્ભુ
Jain Education International
For Personal & Private Use Only
૧૧
www.jainelibrary.org