________________
દીવો. સાધુ થવાની તમને રજા કેમ આપીએ ? મારો જીવ નહીં ચાલે.”
આટલું બોલતાં ભોળા અને ભલા દેવમાની આંખમાંથી અશ્રુબિંદુ ટપક્યાં. શ્રીમદે કહ્યું, “મા, જીવતો જોગી હશે, તો કોઈ દિવસ એનું મોં જોવા મળશે. તારે બારણે આવશે. તારા ખબર-અંતર પૂછશે.”
શ્રીમદ્ આ કહેતા હતા, ત્યારે એમની માતાની આંખમાંથી વણથંભી આંસુની ધારા વહેવા લાગી. આ જોઈને માતૃભક્ત શ્રીમદે કહ્યું, “મા, તમને જેમ ઠીક લાગે તેમ કરીશ. હવે આવું દુઃખ ન લગાડતી.”
આમ, માતાની ભાવનાએ અંતે વિજય મેળવ્યો.
સંવત ૧૯૪૪માં અમદાવાદમાં છપાતા મોક્ષમાળા ગ્રંથને કારણે જ શ્રીમદ્ રાજચંદ્રજીના પ્રથમ મુમુક્ષુ જુઠાભાઈને પરમકૃપાળુ દેવનો પરિચય થયો હતો. શ્રીમદ્ રાજચંદ્રજીએ જુઠાભાઈને નામ પલટો કરી “સત્ય પરાયણ” બનાવી દીધા હતા. ધન્ય છે એ શ્રી જુઠાભાઈને !
અગાઉ આપણે જોયું તે પ્રમાણે શ્રીમદ્ રાજચંદ્રજી અવાર નવાર મોરબી જતા હતા. મોરબીમાં તે વખતે શ્રી શંકરલાલ માહેશ્વર શાસ્ત્રી નામે સુપ્રસિદ્ધ અષ્ટાવધાની મહાપંડિત હતા અને મુંબઈમાં શ્રી ગટુલાલજી મહારાજ બીજા એક સુપ્રસિદ્ધ અષ્ટાવધાની હતા. શ્રીમદ્ રાજચંદ્રજીનું જે અરસામાં મોરબી આગમન થયેલું ત્યારે જૈન ઉપાશ્રયમાં પ્રસ્તુત શ્રી શંકરલાલ શાસ્ત્રીના અષ્ટાવધાનનો પ્રયોગ યોજાયો હતો તે જોવા માટે શ્રીમદ્જીને આમંત્રણ મળેલું. આ અષ્ટાવધાન પ્રયોગ જેવો અવલોક્યો તેવો જ આશુપ્રજ્ઞ શ્રીમદે શીધ્ર ગ્રહણ કરી લીધો. બીજે જ દિવસે મોરબીના “વસંત બાગ” નામના પ્રસિદ્ધ ઉદ્યાનમાં શ્રીમદ્જીએ અષ્ટાવધાનના પ્રયોગો કરી દેખાડ્યા. મિત્રો તો ઉત્સાહમાં આવી ગયા અને આખા નગરમાં તેની પ્રસિદ્ધિ કરી દીધી. તેના બીજા દિવસે તે જ જૈન ઉપાશ્રયમાં બે હજાર પ્રેક્ષકોની જંગી મેદનીની હાજરીમાં બાર અવધાનનો અદ્ભુત અદ્વિતીય પ્રયોગ કરી દેખાડી, સર્વ કોઈને આશ્ચર્યથી દિંગ કરી દીધા. નવા નવા પ્રયોગોના ઉમંગી ને ઉછરંગી શ્રીમદ્ રાજચંદ્રજી આટલેથી અટક્યા નહિ, પણ બાર પછી (હરિણફાળ ભરતાં) આ પુરુષે સોળ અને સોળ પછી એકદમ ઠેકડો મારી બાવન અને બાવન પછી હનુમાન કૂદકો મારી પરભાર્યા સો અવધાનો કરી દેખાડ્યાં, અને આમ સર્વકાળનો વિક્રમ નોંધાવી મહાપરાક્રમી શ્રીમદ્ રાજચંદ્રજી ઓગણીસ-વીસ વર્ષની વયે “શતાવધાની” કવિ તરીકે મુલ્ક મશહૂર બન્યા. મોરબી
૧૨
. હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal Prvate Use Only
For persoa
www.jainelibrary.org