________________
ઉપરાંત જામનગરમાં, વઢવાણમાં, બોટાદમાં, લીંબડીમાં અને છેવટે મુંબઈમાં આવા પ્રયોગો કરવાને પરિણામે તેમની કીર્તિ દિગ્દગંતમાં પ્રસરી ગઈ. “સાક્ષાત્ સરસ્વતી’ અને “હિન્દના હીરા' એવાં ઉપનામ આ મહાન વિભૂતિને આપવામાં આવ્યાં. માત્ર ભારતમાં જ નહિ પણ શ્રીમદ્ની કીર્તિ વિલાયતના દરવાજા ખખડાવતી વિશ્વવ્યાપી બની ગઈ.
મુંબઈમાં ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટમાં કરેલા શતાવધાનના પ્રયોગો દરમ્યાન વિદ્વાનો, પંડિતો, જ્યોતિષીઓ વગેરે અનેક અગ્રગણ્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહેલ. ડૉ. પિટરસનના અધ્યક્ષપદે આ કાર્યક્રમ યોજાયેલ. તારીખ ૨૪-૧-૧૮૮૭ના ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા” પત્રમાં અંગ્રેજીમાં આ અંગે અહેવાલ છાપવામાં આવેલ. ઉપરાંત “મુંબઈ સમાચાર,” “જામેજમશેદ”, “ગુજરાતી”, “ઇન્ડિયન સ્પેકટેટર” ઇત્યાદિ ગુજરાતી-અંગ્રેજી છાપામાં પણ શ્રીમદ્ રાજચંદ્રજીની અદ્ભુત શક્તિઓ વિષે લેખો છપાયેલા. મુંબઈની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સર ચાર્લ્સ સારજન્ટે તેમને યુરોપમાં જઈ ત્યાં પોતાની શક્તિઓ દર્શાવવાની ભલામણ કરી. તે શતાવધાનના પ્રયોગ પ્રસંગે દ્રષ્ટાવર્ગમાં ઉત્તમ જ્યોતિષીઓ પણ હતા. આ અદ્ભુત વ્યક્તિ કોણ છે એ તપાસવાનું આ જ્યોતિષીઓને સહજ કુતૂહલ થતાં દસ વિદ્વાનોએ મળી શ્રીમદ્ રાજચંદ્રજીના ગ્રહ જોયા અને એ ગ્રહો “પરમેશ્વરગ્રહ” ઠરાવ્યા. આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજી મુંબઈથી પોતાના બનેવી શ્રી ચત્રભુજ બેચરને (જેતપર) સંવત ૧૯૪૩ના માગશર વદ બારસ બુધવારના પત્રાંક : ૨૭માં લખે છે કે, “મારા ગ્રહ દશ વિદ્વાનોએ મળી પરમેશ્વરગ્રહ ઠરાવ્યા છે. વૈરાગ્યમાં ઝીલું છું... તમારા ગ્રહ વળતીએ અહીં બીડી દેશો. લિ. આશુપ્રજ્ઞ ત્યાગી.” આમ તજ્જ્ઞ જ્યોતિષીઓનું સહજ નિમિત્ત મળતાં શ્રીમદ્ રાજચંદ્રજીને જ્યોતિષવિજ્ઞાન જાણવાનું સાધન પ્રાપ્ત થયું અને જેના થકી તે સાધન પ્રાપ્ત થયું તે નિમિત્તભૂત નૈમિત્તિકો કરતાં પણ તે જ્યોતિષ વિષયમાં અલ્પ સમયમાં એકદમ ક્યાંય આગળ વધી ગયા. હસ્તરેખા-મુખપરીક્ષા આદિ સામુદ્રિક વિદ્યાથી પણ શ્રીમદ્ રાજચંદ્રજી જ્યોતિષ જોઈ શકતા હતા.
આ શતાવધાન આદિ સ્મૃતિ ચમત્કારોનું અને જ્યોતિષના અસાધારણ પરિજ્ઞાનનું બાહ્ય પ્રદર્શન શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રાયે ૨૦-૨૧મા વર્ષ પછી એકદમ છોડી દીધું. જ્યારે તેમની કીર્તિ દિગદિગંતમાં પ્રસરી ગઈ હતી, જ્યારે તેઓ કીર્તિની ટોચે પહોંચ્યા હતા, ત્યારે તેઓએ સર્પ કાંચળી છોડી દે તેમ આ તેજઃપુંજથી જગતને આંજી દેનારા બાહ્ય જગત પ્રદર્શનોનો તૃણવત્ ત્યાગ કર્યો. જગતને મંત્રમુગ્ધ કરનારી આત્માની
શ્રી સોભાગભાઈને મળતાં પહેલાંના શ્રીમદ્ભુ
Jain Education International
For Personal & Private Use Only
૧૩
www.jainelibrary.org