SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલીક ચમત્કારિક શક્તિઓની વાનગી–સેમ્પલ–માત્ર ચખાડી તે અવધાનાદિ અદ્ભુત પ્રયોગોને તિલાંજલિ આપી શ્રીમદ્ રાજચંદ્રજી જગતની દૃષ્ટિથી લગભગ અદશ્યઅલોપ જેવા થઈ જઈ; પછી તો કેવળ અધ્યાત્મમાં લીન થઈ ગયા હતા, કેવળ આત્મામાં સમાઈ ગયા હતા. વૈરાગ્યમાં ઝીલી રહેલા હદય ત્યાગી શ્રીમદ્ રાજચંદ્રજીને માતા-પિતાના આગ્રહથી ગૃહસ્થાશ્રમી થવાની ફરજ પડી. સંવત ૧૯૪૪ના મહા સુદ બારસના દિને ઝવેરી શ્રી રેવાશંકર જગજીવનના વડીલ બંધુ શ્રી પોપટલાલનાં સુપુત્રી શ્રી ઝબકબહેન સાથે લગ્ન થયાં. ગૃહસ્થજીવનમાં પડ્યા પછી પણ શ્રીમદ્ રાજચંદ્રજી અત્યંત અનાસક્ત જ રહ્યા છે એટલું જ નહિ પણ તેમની વિરક્તિ ઉત્તરોત્તર બળવત્તર બની વધતી જ જાય છે. (પત્રાંક : ૭૮) સંવત ૧૯૪પમાં લખાયેલા “સ્ત્રી સંબંધી મારા વિચાર” એ શીર્ષકવાળા લેખમાં નોધેલ છે કે, “સ્ત્રીના સંબંધમાં કાંઈ પણ રાગદ્વેષ રાખવા મારી અંશ માત્ર ઇચ્છા નથી, પણ પૂર્વોપાર્જનથી ઇચ્છાના પ્રવર્તનમાં અટક્યો છું.” આના જેવો જ ભાવ એક બીજા પત્રાંક : ૮રમાં દાખવતાં શ્રીમદ્ રાજચંદ્રજી પોતાની આંતરવેદના ઠાલવે છે, “સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા ઓર છે અને વર્તના ઓર છે, પણ દુઃખ એ છે કે જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે?” આ વેધક શબ્દોમાં શ્રીમદ્ભા આત્માની ઊંડી અંતરવેદના સ્પષ્ટ દેખાઈ આવે છે. શ્રીમદ્ રાજચંદ્રજીના આત્માની અંતરવૃત્તિ સહજ સ્વભાવે ધર્મપ્રવૃત્તિ ભણી વળી રહી હતી, અંતરપરિણતિ ત્યાગ વૈરાગ્યમાં પ્રવહી રહી હતી, છતાં એમને અર્થપ્રવૃત્તિમાં પડવું પડ્યું–વ્યાપારમાં ઝંપલાવવું પડ્યું, એ કોઈ વિધિનું વૈચિત્ર્ય અથવા પ્રારબ્ધનું વૈષમ્ય જ કહી શકાય. વૈરાગ્યમૂર્તિ શ્રીમન્ને વ્યાપારમાં ઝંપલાવવાનું આકરું ધર્મસંકટ આવી પડ્યું. તેઓના બાહ્ય સંજોગો વિષમ હતા, આર્થિક સ્થિતિ સાંકડી હતી, મોટા કુટુંબના નિર્વાહનો ભાર ઉપાડવામાં પિતાને સહાયક થવાની અનિવાર્ય કપરી ફરજ એમના માથે આવી પડી હતી. અવધાનના પ્રયોગો નિમિત્તે મુંબઈ જવાનું થતાં ત્યાં શ્રી માણેકલાલભાઈ ઘેલાભાઈ ઝવેરી ઝવેરાતની પરીક્ષામાં નિષ્ણાત હતા તેમની પાસેથી તે ઝવેરાતની પરીક્ષા શીખવાનું નિમિત્ત પામી કુશાગ્રબુદ્ધિ શ્રીમદ્ રાજચંદ્રજી અલ્પ સમયમાં તેમાં નિપુણ થઈ ગયા અને તે વ્યાપારમાં પડવાનું વિચાર્યું. પૂ. ઝબકબહેનના કાકા શ્રી રેવાશંકરભાઈ મોરબીમાં વકીલાત કરતા, તેમને એકાદ વર્ષ પછી વ્યાપારમાં મોટો લાભ છે એમ જયોતિષથી જાણી શ્રીમદ્ રાજચંદ્રજીએ મુંબઈ જવા પ્રેરણા કરી અને ઝવેરાતના વ્યવસાયની વાત કરી. આથી શ્રી રેવાશંકરભાઈ ૧૪ ... દયસખા શ્રી સૌભાગ્ય Jain Education International For Peregowate Use Only www.jainelibrary.org
SR No.005471
Book TitleHriday Sakha Shree Saubhagya
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy