________________
મુંબઈ ગયા અને ત્યારબાદ શ્રીમદ્ રાજચંદ્રજી પણ મુંબઈ જઈ રેવાશંકર જગજીવનની કંપનીમાં જોડાયા. શ્રીમદ્ રાજચંદ્રજીના પુણ્યપ્રભાવે અલ્પ સમયમાં આ કંપની નામાંકિત બની ગઈ. અણીશુદ્ધ પ્રામાણિકતા અને અખંડ નીતિમત્તા સાચવતાં બાહ્યથી રત્ન(ઝવેરાત)નો વ્યાપાર કરતા શ્રીમદ્ રાજચંદ્રજી અંતરથી તો રત્નત્રયીનો અનન્ય વ્યાપાર કરી રહ્યા હતા અને અપૂર્વ આત્મલાભ પામવા પ્રયત્નશીલ પણ રહ્યા હતા.
આમ વ્યાપારનું ઉદિત કર્મ ભોગવતા છતાં તેમનું લક્ષ અધ્યાત્મ હતું. એ સમયમાં પ્રખર વેદાંતી શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી સાથે પત્રવ્યવહાર ચાલુ હતો. શ્રી મનસુખરામભાઈ એ વખતે એક સારા લેખક તરીકે પ્રસિદ્ધ હતા, ઉપરાંત તત્ત્વજ્ઞા તેમ જ જ્ઞાનપ્રાપ્ત પુરુષ હતા. ૫.કૃ. દેવ શ્રીમદ્ રાજચંદ્રજીનો મંથનકાળ ચાલી રહ્યો હતો. તેઓશ્રી સત્સંગ ઇચ્છતા હતા. સપુરુષનું સાયુજય ઇચ્છતા હતા - જ્ઞાનપ્રાપ્તિ દ્વારા આધ્યાત્મિક માર્ગે આગળ વધવા ઉમંગ ધરાવતા હતા. શ્રી મનસુખરામભાઈ ત્રિપાઠી પાસેથી ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત થશે એવું જણાતાં તેઓની નજીક જવાની ઇચ્છાથી પત્રો લખતા હતા. વવાણિયાથી વૈશાખ સુદ છઠ્ઠ, સોમવાર, ૧૯૪૫ (પત્રાંક : ૬૧)ના પત્રમાં શ્રીમદ્જી લખે છે કે, “હું અર્થ કે વય સંબંધમાં વૃદ્ધ સ્થિતિવાળો નથી, તો પણ કંઈક જ્ઞાનવૃદ્ધતા આણવા માટે આપના જેવાના સત્સંગને, તેમના વિચારોને અને સપુરુષની ચરણરજને સેવવાનો, અભિલાષી છું.” આગળ લખે છે કે, “આ કાળમાં પુનર્જન્મનો નિશ્ચય આત્મા શા વડે, કેવા પ્રકારે અને કઈ શ્રેણીમાં કરી શકે, એ સંબંધી કંઈ મારાથી સમજાયું છે તે જો આપની આજ્ઞા હોય તો આપની સમીપ મૂકીશ.”
ઉપરોક્ત પત્ર બાદ બજાણા-કાઠિયાવાડથી અષાઢ સુદ પૂનમ શુક્રવાર, ૧૯૪૫(પત્રાંક : ૬૮)માં પરમકૃપાળુદેવ શ્રી મનસુખરામભાઈ ત્રિપાઠીને જણાવે છે કે, “સર્વ દર્શન પારિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે એ નિઃસંશય છે, પણ યથાર્થદૃષ્ટિ થયા વિના સર્વ દર્શનનું તાત્પર્ય જ્ઞાન હૃદયગત થતું નથી. જે થવા માટે પુરુષોની પ્રશસ્ત ભક્તિ, તેના પાદપંકજ અને ઉપદેશનું અવલંબન, નિર્વિકાર જ્ઞાનયોગ જે સાધનો, તે શુદ્ધ ઉપયોગ વડે સમ્મત થવાં જોઇએ.”
ભરૂચથી શ્રાવણ સુદ ત્રીજ, બુધવાર, ૧૯૪૫ના પરમકૃપાળુદેવ શ્રી મનસુખરામભાઈ ત્રિપાઠીને લખે છે કે (પત્રાંક ૭૧) “ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય, તો ત્યાં પછી મતાંતરની કંઈ અપેક્ષા શોધવી યોગ્ય નથી. આત્મતત્ત્વ જે અનુપ્રેક્ષાથી, જે દર્શનથી કે જે જ્ઞાનથી પ્રાપ્ત થાય તે અનુપ્રેક્ષા, તે દર્શન કે તે જ્ઞાન સર્વોપરી છે અને જેટલા આત્મા તર્યા, વર્તમાને તરે છે, ભવિષ્ય તરશે તે શ્રી સોભાગભાઈને મળતાં પહેલાંના શ્રીમદ્જી
૧૫
-
For pe
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org