________________
પત્રાંક - ૪૮
સંવત ૧૯૫૩ના ચૈતર વદ ૬, શુકરવાર
વવાણિયા બંદર મોરબી થઈ.
ભાઈ શ્રી પૂ. ભાઈ રવજીભાઈ પચાણજી, સાહેબજીને દેજો. પરમપુંજશ્રી, ભાઈ રાજચંદ્રજી રવજીભાઈ, શ્રી વવાણિયા.
શ્રી સાયલેથી લિ. ત્રંબકના પાયેલાગણ વાંચશોજી. બીજું મુ. ભાઈ સોભાગભાઈને તાવ ઘણા વખત થઆં (થયા) આવે છે. કોઈ દવા લાગુ થાતી નથી. તો દન દન શક્તિ ઘટતી જાઅ (જાય) છે. તાવ પણ દીન ૪-૫ થયા વધતો આવે છે. તો આપના દરશનની ઇચ્છા વધારે રે (રહે) છે. તેમ ઘરના માણસો સરવેની પણ એમ જ મરજી છે કે સાહેબજી અતરે (અત્રે) પધારે ને સાહેબજીના દરશન કરવાથી સારું થાશે. માટે આપ મારા ઉપર મહેરબાની કરી સરવેને દરશનનો લાભ આપશોજી. ભાઈ સોભાગભાઈ આપનાં દરશન કરવા સારુ રાત ને દી ચાહના કરે છે, તો આપ જરૂર મારી અરજ લક્ષમાં લઈ અતરે (અત્રે) પધારવાનું કરશો. તાવ ઘણા દિવસનો છે. શક્તિ ઘટતી જાય છે. તો ચિંતા પૂરી થાય છે. માટે આપ જરૂર પધારશો.
દા. ત્રંબક.
પત્રાંક - ૪૯
સંવત ૧૯૫૩, ચૈતર (ચૈત્ર) વદી ૯, રવિવાર પરમપૂજ્ય તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ સાહેબજી. શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામી, મુ. વવાણિયા બંદર.
શ્રી સાયલેથી લિ. આપનો આજ્ઞાંકિત સેવક “દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન” સોભાગના નમસ્કાર વાંચશો.
આપનો પત્ર ઘણા દિવસ થયાં નથી તો કૃપા કરી લખશો. આમ કરવું ઘટારત છે ? આપ તો ઘટારથ હશે તેમ કરતા હશો. પણ હું અજાણ એટલે પેલું સમજમાં આવેલ છે.
Jain Education International
ચિ. મણિલાલ લખે છે જે તમે વૈશાખ સુદ ૧ ના ચાલી એક માણસ સાથે લઈ ઈડર જજો. અને સાહેબજી વૈશાખ સુદ-૮ના ચાલી ઈડર આવશે. તમારી આંખનો મોતીઓ ડૉકટર સાહેબ ઉતારશે. પેલું (પહેલું) તમારે જાવાનું કારણ સાહેબજીને ઝાઝા દિવસનો ખોટીપો થાય નહીં તો હું આપની આજ્ઞા પ્રમાણે તૈયાર
શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
For Personal & Private Use Only
૧૯૫
www.jainelibrary.org