________________
છું. પણ ડાક્ટર સાહેબ આણંદ પધાર્યા હતા ત્યારે આંખો દેખાડી હતી. તેમાં જમણી આંખે દેખાય છે. ત્યાં સુધી મોતીઓ ઊતરે નહીં. ડાબી આંખે દેખાતું નથી ને મોતીઓ પાકી ગયાને લાંબી મુદત થઈ ગઈ છે. તે વેરાણો છે તો પણ ઠીક છે. પાંચ દિવસ દવા નાખી ઉતારશે. પણ હવે વાર કરવી નહીં. આ મહિનામાં આવવું એમ કહેલ પણ મને તાવ ભાદરવાથી આવ્યો તે હજુ સુધી ઊતર્યો નહીં. શરીર દિનદિન નબળું પડતું જાય છે. મોતીઓ કે પડળ ઉતારનાર વૈદ્ય વગેરે અહીં આવે છે તે તાવ આવતો હોય અને શરીર નબળું હોય તેને ઉતારતા નથી. તાવ ઊતરી ગયા પછી શરીર કાંઈક સારું થાય ત્યારે ઉતારે છે. એટલે મોતીઓ જતા વેંત ડાક્ટર સાહેબ ઉતારવા ભરંસો નથી. અને જો આપ આજ્ઞા કરતા હોય તો હું આપની સાથે આવું. કદાપિ એકે વિચાર મૂળી અગર આંહી બે દિવસ રોકાવા ધ્યાન પોંચતું (પહોંચતું) હોય તો આપ વૈશાખ સુદ ૭ અગર વૈશાખ સુદ ૯ ત્યાંથી ચાલવું ઠરાવશો. અને મને અગાઉ જવાબ લખશો એટલે આપની આજ્ઞા હશે તો હું આપની સાથે આવીશ અને તાવ ઘણા દિવસ થયા આવે છે. તે ડાક્ટર સાહેબની દવાથી ઊતરતો હશે તો ઊતરી જશે માટે આપની સાથે મારે આવવું છે. ધ્યાન પોચે (પહોંચે) તે લખી જણાશો (જણાવશો) એટલે સમજવામાં આવે
શ્રી
અને આપ જ્યાં સુધી તાં (ત્યાં) રહો તાં (ત્યાં) સુધી તાવ ઊતરવાની દવા કરાવું અને તાવ ઊતરી ગયા પછી કદી ડાક્ટર સાહેબનું ધ્યાન પોચે (પહોંચે) અને મોતીઓ ઉતારે તો ઉતરાવીશ. અને તાવ ઊતરી ગયા પછી કદી જાવાનું થાય તો પણ ચિંતા નથી. વળી હું સુદ-૧નો ચાલો (ચાલ્યો) જાઉં-મને તાવ તો આવે છે અને રસ્તામાં હરકત કરે તો કુણ (કોણ) ધણી ? આપે સાયલે હાલ આવવા મણિલાલને ના કહી હશે તો જેમ આપની ઇચ્છા પણ દરશનને માટે કેટલાંક મુમુક્ષુજીવને ઘણી આતુરતા છે માટે વૈશાખ સુદ ૮ આપને ચાલવા વિચાર છે તે બદલે વૈશાખ સુદ ૫ ના ચાલીએ. આપ અહીં પધારો તો ઘણા જીવોને શાંતિ થાય તેમ છે, કદી તે વિચારમાં આવે નહીં તો મૂળીએ સુદ ૭ સુધી સ્થિરતા રાખવી પછી જેને દરશન કરવાં હશે તે ત્યાં આવશે. અને મૂળીમાં કોઈને ઘેર ઊતરવું નહીં. ઇસપીતલની (હૉસ્પિટલની) જગા સારી છે તો હું અગાઉ એક રસોયો લઈ જઈશ. બે દિવસનો સમાગમ થાશે. અને હું પણ આપની આજ્ઞા હશે તો સાથે આવીશ. વળી ગોસળિયાને આજ્ઞા કરશો તો ઘણું કરી સાથે આવશે. હવે આપની ઇચ્છા અહીં
હૃદયસખા શ્રી સૌભાગ્ય
૧૯૬
Jain Education International
For Personal & Private Use Only
...
www.jainelibrary.org