________________
પધારી બે દિવસ રોકાવાની થાય તો વધારે સારું કદાપિ તેમ બને તેમ ન હોય તો મૂળીમાં બે દિવસ રોકાવાનું ઠરાવશો. આમ કર્યા વિના કોઈ રીતે સંતોષ થાય તેમ નથી. માટે દયા લાવી ખચિત વિનંતી અમારી કબૂલ કરશો. આટલું હું લખી શકું એવી મારી હાલમાં શક્તિ નથી. પણ આપની કૃપાથી લખાયું છે. દન ૩-૪ થયા તાવ જરા વધારે આવે છે.
લિ. સોભાગ.
પત્રાંક - ૫૦
સંવત ૧૯૫૩ના વૈશાખ સુદી ૨, સોમવાર સા.શ્રી.૫. રેવાશંકર જગજીવન. સાહેબજીને દેજો. દેવાધિદેવ પરમપૂજ્યશ્રીની સેવામાં, શ્રી મોરબી પહોંચે.
આજે ધારશીભાઈનો કાગળ છે. ત્યાં હજી આપને દિન ૮ રેવાશંકરભાઈ વગેરેની મરજી રોકાવાની જણાવે છે. વળી મને તથા શ્રી ડુંગરને ત્યાં તેડાવે છે. તો મારાથી ત્યાં અવાય તેવી શક્તિ નથી. જો ત્યાં અવાય તેમ હોય તો હું વવાણિયા જ આપના દરશન કરવા આવત. પણ હવે આવવાની શક્તિ નથી. માંડ દુકાને સવારે ૮ વાગે કલાક અવાય છે તો આપ હવે ત્યાં મુમુક્ષુજીવોનું મન શાંત કરી અત્રે પધારશો. વળી આપ આવવાની અગાઉથી તારીખ લખશો એટલે વાહનની ગોઠવણ કરી રખાય. હવે આપ મુકરર તારીખ લખશો. એ જ
શ્રી સાયલેથી આજ્ઞાંકિત સોભાગ.
પત્રાંક - ૫૧
સંવત ૧૯૫૩ જેઠ સુદી ૬, રવિવાર
પરમપૂજ્ય તરણતારણ પરમાત્માદેવ સત્પુરુષ મહાત્મા કરુણાસાગર કૃપાનાથ શ્રી રાજચંદ્રભાઈની સેવામાં, શ્રી મુંબઈ બંદર.
શ્રી સાયલેથી લિ. દીન કિંકર છોરૂ ત્રંબકલાલનું પાઅલાગણું (પાયલાગણ) વાંચશો. વિશેષ લખવાનું કે, હું શ્રી અમદાવાદ કેશવલાલને તેડવા ગયેલ પણ કેશવલાલ નહીં આવવાથી હું ઘર તરફ આવતાં ખબર સાંભળ્યા જે મુ. શ્રી સોભાગભાઈ બુધવારે વીરમગામ આવવાના છે. તેવા ખબર સાંભળવાથી હું વીરમગામ ઊતર્યો અને મુરબ્બી શ્રી સોભાગભાઈ તથા હું શુકરવારે સાંજરે અતરે (અત્રે) આવ્યા છીએ. આપ સાહેબથી સોભાગભાઈ જુદા પડ્યા ત્યાર પછીથી શક્તિ
શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૯૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org