________________
ઓછી છે તેમાં દન ર થયાં શક્તિ વિશેષ ઓછી થતી જાય છે. પગના પોચે સોજાની થાથર પણ આવી છે. સેદ (પરસેવો) પણ વળે છે. અનાજ સાવ કિમતી ખવાય છે. એ રીતે શરીરની સ્થિતિ છે. તેમાં શુકરવારની રાતના સવારના પાંચ બજે જાગતાં ગહમડમાં (ઝાંખા પ્રકાશમાં) એમ ભાસ થયો જે એક માણસ નીકલ્યો (નીકળ્યો) તે બોલ્યો જે નોમ ને બુધવારે દેહ પડશે. એ રીતે થયું છે. તેથી મુ. શ્રી સોભાગભાઈના ધ્યાનમાં એમ આવે છે કે જેઠ સુદ૯ ને બુધવારે આત્મા દેહ ત્યાગ કરશે તેમ ધારે છે. હવે બને તે ખરું. આપ સાહેબને જણાવવા લખ્યું છે. ઉપરની હકીકત ઉપરથી સોભાગભાઈના કહેવાથી અમદાવાદથી કેશવલાલ તથા લાલચંદને તેડાવવા ગઈકાલે તાર કરેલ. તેના જવાબમાં લાલચંદ લખે છે કે કેશવલાલ વીરમગામ ગયેલ છે. અને તમારો તાર ખોટો જણાય છે. તો હું આવીશ નહીં. તેમ લાગે છે. કેશવલાલ ઘણું કરી આવતીકાલે અગર પરમ દિવસે અત્રે આવશે. આપ સાહેબને જણાવવા લખ્યું છે. મણિને ગિરધરલાલે તા. ૧૪મીએ આવવા લખ્યું છે. તો જવાનું બને તે ખરું. આ કાગળ મુરબ્બી શ્રી સોભાગભાઈએ લખાવ્યો છે. આપ સાહેબને પુનઃ પુનઃ નમસ્કાર કહ્યા છે અને કૃપા રાખશો. અને કાગળ લખશો તેમ કહ્યું છે તે જાણશો. મોરબીથી પીળી કોરનું ધોતિયું અત્રે આવેલ છે તે તથા છત્રી મગન લાવેલ છે તે મોકલી આપીશું. ભાઈ મનસુખભાઈને પ્રણામ. બેન ચબુ તથા લેરાભાઈ વગેરે અમારા ઘરના સરવેના પાયલાગણ વાંચશોજી. એ જ
દા. છોરુ મણિનું પાએલાગણું વાંચજો . પત્રક - પર
સંવત ૧૯૫૩, જેઠ સુદ-૧૦, ગરેલ પરમપૂજ્ય તરણતારણ પરમાત્માદેવ પરમપુરુષ કૃપાળુનાથ શ્રી રાજચંદ્રભાઈની પવિત્ર સેવામાં. શ્રી મુંબઈ બંદર જોગ.
શ્રી સાયલેથી લિ. આજ્ઞાંકિત સેવક સોભાગ લલ્લુભાઈના પાએલાગણ વાંચશો. આપનો કાગળ ગઈકાલે આવ્યો તે પોચો (પહોંચ્યો) છે. વાંચી અતિ આનંદ થયો છે. વળી તે કૃપાળુનાથ એ જ રીતે દન-૪ના આંતરે કૃપા કરી કાગળ લખશો જેથી વાંચી અતિ અતિ આનંદ થાય. બીજું આપ સાહેબ કૃપા કરી કાગળોની નકલ તથા આત્મસિદ્ધિ ગ્રંથના સંક્ષેપમાં અરથનું (અર્થનું) પુસ્તક ૧ મોકલો (મોકલેલ) તે આજે ટપાલમાં આવું (આવ્યું) તે પોચું (પહોંચ્યું) છે. આવતીકાલે વાંચીશ તે જાણજો. બીજું મારા શરીરને હજુ તાવ આવે છે. ગઈકાલે જરા ઠીક હતું. આજે અશક્તિ વિશેષ
૧૯૮
... દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personalvate Use Only
www.jainelibrary.org