________________
છે. અનાજ થોડું ખવાય છે. બને તે ખરું તો લખવાને અરજ છે કે હે પરમપુરુષ કૃપાનાથ દયાભાવ રાખો છો તેવો રાખશો અને ફુરસદની વખતે કાગળ લખવા કૃપા કરશો. આપનો કાગળ આવો (આવ્યો) તે ગોસળિયાને વંચાવો (વંચાવ્યો) નથી. વલી ઉપર લખ્યું પુસ્તક પણ આજે આવ્યું તે પણ વંચાવશું નહીં. વલી આપની આગના (આજ્ઞા) નહીં હોય તો બીજાને પણ વંચાવશું નહીં. માટે મહેરબાની કરી ઉપદેશ પત્રો લખી સેવકની ખબર લેશો. એ જ કૃપા ભાવ રાખો છો તેવો રાખશો. ત્રંબક તથા ચબુબા તથા લેરાભાઈ તથા મગન વિગેરે સરવેના પાએલાગણ વાંચશોજી એ જ વિનંતી. લિ. છોરુ મણિનું પાએલાગણું વાંચશો.
પત્રાંક - ૫૩
સંવત ૧૯૫૩ના જેઠ સુદી ૧૨ શનેઉ
શા. અંબાલાલ લાલચંદ ઠે. જુમાસાની પોળે, ખંભાત. સર્વ શુભોપમાલાયક જોગ ભાઈ શ્રી અંબાલાલ લાલચંદ, ખંભાત. શ્રી સાયલેથી લિ. સોભાગ લલ્લુના પ્રણામ વાંચશો. આપનું પત્તું (પત્ર) આવ્યું તે પહોંચ્યું. મારું શરીર નરમ રહે છે, તે ઉપરથી તમારે અત્રે આવવા નગીનદાસ સાથે સાહેબજીએ કેહવાડવેલ તેથી તમે અત્રે આવવા વિચાર કરેલ. પછવાડેથી તાર આવતાં આપ આરસા (આળસ કરી) તો હવે લખવાનું કે, મારું શરીર દન ૧૦ થયાં વિશેષ નરમ રહે છે. તેમ દન ૨ થયાં સાવ થોડું અનાજ ખવાય છે. અશક્તિ ઘણી આવી ગઈ છે. દનદન શક્તિ વિશેષ ઘટતી જાય છે. હવે આ દેહ લાંબો વખત ચાલે તેમ સંભવ નથી. તો હવે લખવાનું કે, સાહેબજીની આજ્ઞા હોય અને આપને અત્રે આવતાં કંઈ હરકત ન હોય તો, જરૂર પાંચ દહાડા આવવાનો વિચાર કરશો. એ જ કામકાજ લખશોજી.
દા. મણિલાલના પ્રણામ વાંચશો.
પત્રાંક - ૫૪
Jain Education International
સંવત ૧૯૫૩ના જેઠ સુદી ૧૪ ને રવિવાર
“અહો અહો શ્રી સદ્ગુરુ કરુણાસિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો, અહો અહો ઉપકાર શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌ હિન તે તો પ્રભુએ આપીઓ, વર્તુ ચરણાધીન.”
શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
For Personal & Private Use Only
૧૯૯
www.jainelibrary.org