________________
પરમપુરુષ, તરણતારણ, પરમાત્માદેવ, કૃપાનાથ બોધસ્વરૂપ દેવાધિદેવ મહાપ્રભુજી સહજાત્મસ્વરૂપ સ્વામીની સેવામાં મુંબઈ.
શ્રી સાયલેથી લિ. આપનો આજ્ઞાંકિત સેવક પામરમાં પામર સોભાગ લલ્લુભાઈના નમસ્કાર વાંચશો.
આ કાગળ છેલ્લો લખી જણાવું છું જેઠ સુદ ૯ બુધવારે મરતક છે એવો આગળ ભાસ થયેલ તે સુદ ૯ નું બન્યું નહિ છતાં તે તારીખ ગઈ તો જેઠ વદ ૯ ને બુધવાર છે. ઘણું કરી તે તારીખે મરતુક થાશે. એમ ખાતરી છે. હવે આ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપા દૃષ્ટિ રાખશો. અને દેહ ને આત્મા જુદો છે. દેહ જડ છે. આત્મા ચૈતન્ય છે. તે ચૈતનનો ભાગ પ્રતિક્ષ (પ્રત્યક્ષ) જુદો સમજામાં (સમજવામાં) આવતો ન હતો પણ દન ૮ થયાં આપની કૃપાથી અનુભવગોચરથી બેફટ પ્રગટ જુદો દેખાય છે. અને રાત દિવસ આ ચેતન અને આ દેહ જુદા એમ આપની કૃપા દૃષ્ટિથી સેજ થઈ ગયું છે. એ આપને સેજ જાણવા લખ્યું છે.
ત્રંબક તથા મણિને આપ સાહેબ પધાર્યા અને સમાગમ થયો તે પણ આપની કૃપાદૃષ્ટિથી. થોડા દિવસમાં ભક્તિમાર્ગ અંગીકાર સારી રીતથી કર્યો છે. વગર ભણે વગર શાસ્ત્ર વાંચ્ચે થોડા વખતમાં આપના બોધથી અરથ (અર્થે) વિગેરેનો ઘણો ખુલાસો થઈ ગયો છે. જે ખુલાસો પચીસ વર્ષે થાય એવો નહોતો તે થોડા વખતમાં આપની કૃપાથી થયો છે...
ગોસળિયા વિષે જે કાંઈ આસ્તા હતી તે બિલકુલ નીકળી ગઈ છે. તો હવે વખતોવખત બોધ આપવાના પત્રો આપ આપની ઇચ્છા પ્રમાણે લખી અને મોટી પાયરીએ ચઢાવશો. એ જ વિનંતી.
આપનો મારાથી અવિનય, અભક્તિ થઈ હોય તો ક્ષમા માગું છું. આપ સાહેબ કૃપાળુ મોટા છો. તો જેવા આપ છો એવી સેવક ઉપર નજર રાખશો.
ખંભાતથી અંબાલાલભાઈને મોકલાવવા કૃપા કરશો. પાંચ દિવસનો સમાગમ થાશે. વળી આત્મસિદ્ધિ ગ્રંથના અરથ (અર્થ) ટીકા તથા કોઈ અરથ નહિ સમજાતા હોય તો અંબાલાલભાઈ સમજાવશે. માટે જો આપની ઇચ્છા હોય તો મોકલાવશો. એ જ અરજ.
બાળક મણિ તથા બાળ સંબક તથા લેરાભાઈ તથા મગન તથા ચબુબા તથા કાલુભાઈનાં માતાજી તથા મણિની મા તથા લાલચંદ તથા કેશવલાલ તથા બાળક નગીન તથા ઉજમબા વગેરેના નમસ્કાર વાંચશોજી. એ જ લિ. લેરાના દિન પ્રત્યે ૨૦૦
.. દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org