________________
વીતરાગપણાની સિદ્ધિ કરે છે. જે વીતરાગ હોય તે પુરુષ યથાર્થ વક્તા હોય, અને તે જ પુરુષની પ્રતીતિએ મોક્ષ માર્ગ સ્વીકારવા યોગ્ય હોય એવી સુવિચારણા તે પણ એક પ્રકારનું ગૌણતાએ જીવાજીવનું જ જ્ઞાન છે. તે પ્રતીતિથી, તે રુચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તાર સહિત જીવાજીવનું જ્ઞાન અનુક્રમે થાય છે. તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાગદ્વેષનો ક્ષય થઈ વીતરાગ દશા થાય છે. તથારૂપ સપુરુષના પ્રત્યક્ષ યોગ વિના એ સમક્તિ આવવું કઠણ છે. તેવા પુરુષના વચનરૂપ શાસ્ત્રોથી કોઈક પૂર્વે આરાધક હોય એવા જીવને સમક્તિ થવું સંભવે છે; અથવા કોઈ એક આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કોઈક જીવને સમક્તિ પ્રાપ્ત કરાવે છે.
પત્રાંક - ૪૭
સંવત ૧૫૩ ચેતર વદ ૨, સોમવાર પરમપૂજ્ય તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ શ્રી સહજત્મસ્વરૂપ સ્વામીની સેવામાં શ્રી વવાણિયા બંદર.
શ્રી સાયલેથી લી. આગનાકીત (આજ્ઞાંકિત) સેવક સોભાગ લલુભાઈના પાયલાગણ વાંચશો. આપ સાહેબના ઉપર પ્રથમ મેં કાગળ ૧ લખો (લખ્યો) છે. તે પહોંચો (પહોંચ્યો) હશે. પણ જવાબ નથી. તો લખવા કૃપા કરશોજી. બીજું મારા શરીરે હજુ તાવ હમેશાં આવે છે. આંખે પણ ઝંખાશ વરતાય (વર્તાયો છે. તો હવે આપનાં દરશન ને સમાગમ કરવાની ઇચ્છા ઘણી રહે છે. વલી (વળી) અત્રે વાલા (વાળા) બીજા મુમુક્ષુ જીવને આપના દરશનની આતુરતા વધારે છે. તો હવે કૃપા કરી એક વખત પધારી દરશન આપશો. વળી આપ પધારશો તો ઉપાધિ પણ થાવા દેશું નહીં. વળી બહારગામ પણ ખબર નહીં લખીએ. અને આપની ઇચ્છા મુજબ રોકશું. માટે એક વખત પધારવા કૃપા કરશોજી. વળી અત્રેથી ના.રા.ની દુકાનની ઉઘરાણી માટે મણી મોરબી ગયો છે. તે ત્યાંથી ગામડામાં જઈ આવી દન ૧૦-૧૨ પછી આપને તેડવા તથા દરશનના માટે મણી આપની પાસે આવશે અને વાત કરશે. માટે કૃપા કરી પધારશોજી. એ જ મોરબીથી લી. છોરૂ મણીનું પાએલાગણું વાંચજો . આ કાગળ સાયલેથી સોભાગભાઈના કેવાથી મોરબીથી મેં લખ્યો છે. તે જાણજો. છોરૂ ઉપર કૃપા છે તેવી રાખજો. મારી વતી માતુશ્રીને પાએલાગણું કહેશો. મનસુખભાઈને પ્રણામ.
૧૯૪
દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Persone
v ate Use Only
www.jainelibrary.org