________________
આત્મા તે આત્મા જ છતાં તેમ ભાસતા નથી એ વિપરીત ભાસવું છે. તે યથાર્થ સમજાય, ભ્રમ નિવૃત્ત થવાથી દેહ દેહ જ ભાસે છે, અને આત્મા આત્મા જ ભાસે છે; અને જાણવારૂપ સ્વભાવ વિપરીત પણાને ભજતો હતો તે સમ્યક્રપણાને ભજે છે. દિશાભ્રમ વસ્તુતાએ કંઈ નથી, અને ચાલવા રૂપ ક્રિયાથી ઇચ્છિત ગામ પ્રાપ્ત થતું નથી, તેમ મિથ્યાત્વ પણ વસ્તુતાએ કંઈ નથી, અને તે સાથે જાણવા રૂપ સ્વભાવ પણ છે, પણ સાથે મિથ્યાત્વ રૂપ ભ્રમ હોવાથી સ્વસ્વરૂપતામાં પરમ સ્થિતિ થતી નથી. દિશાશ્રમ ટળેથી ઇચ્છિત ગામ તરફ વળતાં પછી મિથ્યાત્વ પણ નાશ પામે છે, અને સ્વસ્વરૂપ શુદ્ધ જ્ઞાનાત્મપદમાં સ્થિતિ થઈ શકે એમાં કંઈ સંદેહનું ઠેકાણું નથી.
વ. પત્રાંક - ૦૦૧
વવાણિયા, ચૈત્ર સુદ ૫, ૧૫૩ ગયા કાગળ (પત્રાંક-૭પ૧)માં અત્રેથી ત્રણ પ્રકારનાં સમક્તિ જણાવ્યાં હતાં. તે ત્રણે સમક્તિમાંથી ગમે તે સમક્તિ પામ્યાથી જીવ વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ પામે. જઘન્ય તે ભવે પણ મોક્ષ થાય; અને જો સમક્તિ વમે, તો વધારેમાં વધારે અર્ધપુગલપરાવર્તનકાળ સુધી સંસારપરિભ્રમણ કરીને પણ મોક્ષ પામે. સમક્તિ પામ્યા પછી વધારેમાં વધારે અર્ધપુદ્ગલપરાવર્તન સંસાર હોય.
ક્ષયોપશમ સમક્તિ અથવા ઉપશમ સમક્તિ હોય, તો તે જીવ રમી શકે; પણ ક્ષાયિક સમક્તિ હોય તો તે વગાય નહીં, ક્ષાયિક સમકિતી જીવ તે જ ભવે મોક્ષ પામે, વધારે ભવ કરે તો ત્રણ ભવ કરે અને કોઈ એક જીવની અપેક્ષાએ ક્વચિત ચાર ભવ થાય. યુગલિયાનું આયુષ્ય બંધાયા પછી ક્ષાયિક સમક્તિ આવ્યું હોય, તો ચાર ભવ થવાનો સંભવ છે; ઘણું કરીને કોઈક જીવને આમ બને છે.
ભગવત્ તીર્થંકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સમક્તિ કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કંઈક જીવોને તીર્થકર સાચા પુરુષ છે, સાચા મોક્ષ માર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થકરના આશ્રયથી, અને નિશ્ચયથી સમક્તિ કહ્યું છે. એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયનો તથા આજ્ઞાનો નિશ્ચય છે તે પણ એક પ્રકારે જીવાજીવના જ્ઞાન સ્વરૂપ છે. પુરુષ સાચા છે અને તેની પ્રતીતિ પણ સાચી આવી છે કે જેમ આ પરમ કૃપાળુ કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે, તેમજ મોક્ષ માર્ગ હોય, તે પુરુષનાં લક્ષણાદિ પણ શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૯૩ For pe X
Jain Education International
For Personel
Private Use Only
www.jainelibrary.org