________________
શ્રી છોટાલાલભાઈએ પોતાના પરમાર્થ ગુરુ એવા શ્રી વૃજલાલભાઈ તથા શ્રી કાળિદાસભાઈની સંમતિથી પૂ. શ્રી લાડકચંદભાઈ માણેકચંદ વોરા (પૂ. શ્રી બાપુજી), શ્રી હિંમતલાલભાઈ દેવજી બેલાણી, શ્રી જગજીવનભાઈ દેસાઈ જેવા વિચક્ષણ અને પુરુષાર્થી જીવોને બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી હતી. શ્રી છોટાલાલભાઈ દેસાઈ કે જેઓ પૂ. બાપુજી (પૂ. શ્રી લાડકચંદભાઈ વોરા)ના ગુરુ હતા, તેમનો દેહવિલય કલકત્તા મુકામે સંવત ૨૦૩૧ના ચૈત્ર વદ ૭ ને શુક્રવાર, તારીખ ૨-૫-૧૯૭૫ના રોજ થયો.
સાયલાના સંતોની પરંપરાને જીવંત રાખવા જેમનો જન્મ થયેલ હોય તેમ જ અનેક જીવોનો ઉદ્ધાર જેમના હાથે થવા સર્જાયેલ હોય એવા પૂ. શ્રી બાપુજીનો જન્મ ચોરવીરા (તાબે સાયલા) ગામે સંવત ૧૯૬૧ના ફાગણ સુદ બીજ, તારીખ ૮-૩૧૯૦૫ના રોજ થયો. તેમનાં માતુશ્રીનું નામ શ્રી હરિબાઈ હતું. ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. હમેશાં પ્રથમ સ્થાને આવતા. પ્રાથમિક શિક્ષણ બાદ વધુ અભ્યાસાર્થે રાજકોટની દશાશ્રીમાળી વણિક જૈન બોર્ડિંગમાં રહ્યા. રાજકોટમાં પણ પ્રથમ ક્રમ જાળવી રાખેલ. ઉપરાંત ધાર્મિક વિદ્યાની પરીક્ષામાં પણ પ્રથમ ક્રમાંકે આવતા હતા. અખિલ ભારતીય કક્ષાની પરીક્ષા કે જે “મોક્ષમાળા” આધારિત હતી તેમ જ “આત્માને ઓળખો” એ પુસ્તકને આધારિત બને પરીક્ષાઓ પ્રથમ નંબરે પાસ કરેલ અને પારિતોષિકો પ્રાપ્ત કરેલાં. આને કારણે આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરવાની રુચિ બળવત્તર બની એ મોટો લાભ થયો.
૧૮ વર્ષે મેટ્રિક પાસ થયા બાદ આગળ અભ્યાસ કરવા શાળાના આચાર્યશ્રીએ એમને સમજાવ્યા પણ પિતાશ્રીની આજ્ઞા અનુસાર આગળનો અભ્યાસ છોડી દીધો. લંડન ચેમ્બર ઓફ કૉમર્સ, બુક કીપિંગ-એકાઉન્ટન્સી, શોર્ટહેન્ડ-ટાઇપરાઇટિંગ, ડ્રોઈંગ વગેરે વિષયોની પરીક્ષા આપી સારાં પરિણામો પ્રાપ્ત કર્યા. ઉપરાંત કાયદાનો અભ્યાસ પણ કર્યો. સાયલા દરબારની નોકરી સ્વીકારી હજુર શિરસ્તેદાર, એકાઉન્ટન્ટ, આસિ. એકાઉન્ટ્સ ઓફિસર, રેલવે મેનેજર, રેવેન્યુ કારભારી તથા ન્યાયાધીશના પદ સુધી પહોંચ્યા હતા. ભારતની સ્વતંત્રતા બાદ તેઓ મહાલકારી, મામલતદાર, ડે. કલેકટર પદે રહેલા. આમ કુલ ૩૭ વર્ષ નોકરી કર્યા પછી તારીખ ૮-૩૧૯૬૦થી પેન્શન પર ઊતર્યા હતા.
નિવૃત્ત થયા બાદ જિલ્લા પંચાયતમાં સભ્ય તરીકે અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે ચૂંટાયેલા પણ રાજકારણ તેઓશ્રીને યોગ્ય નહિ લાગવાથી તેમાંથી પણ નિવૃત્ત થયા. સંતોનું ગામ સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org