________________
લક્ષ રહે જ્યાં સુધી નિત્ય નિરમળપણે, કરમનો ડાઘ કહો કેમ લાગે; કોઈ સંત વીરલા સમજશે સાનમાં, સહજ સ્થિર સ્થિતિનું ભાગ્ય જાગે.
- મોહની નિંદમાં – ૮ શ્રી શામળદાસભાઈએ પોતાની દીકરી પૂ. શ્રી મણિબહેનને આગ્રા પરણાવેલાં. તેઓશ્રી બાળપણમાં જ વિધવા બનેલાં. શ્રી શામળભાઈએ તેમનું વૈધવ્ય સારી રીતે પસાર થાય એ હેતુથી તેઓને પણ બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી હતી. વળી પૂ. શ્રી મણિબહેનને આ જ્ઞાન અન્ય કોઈને આપવા સંબંધી મનાઈ ન હતી. - શ્રી કાળિદાસભાઈ અને શ્રી વૃજલાલભાઈ સરખી ઉંમરના બાળમિત્રો હતા. શ્રી કાળિદાસભાઈ પ્રાપ્ત પુરુષ છે, જ્ઞાની પુરુષ છે એવી દઢ ખાતરી થતાં તેઓશ્રી કાળિદાસભાઈની પાછળ પડી ગયા કે કોઈપણ હિસાબે બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવો. પણ કાળિદાસભાઈને તો મનાઈ હતી, તેથી તેઓએ તેનો ઉપાય શોધી કાઢ્યો. કાળિદાસભાઈએ શ્રી વૃજલાલભાઈને પૂ. શ્રી મણિબહેન પાસેથી બીજજ્ઞાન પ્રાપ્ત કરી લેવા જણાવ્યું. પૂ. શ્રી મણિબહેન આગ્રાથી સાયલા વર્ષમાં બે વખત પધારતાં. તેઓનો વિશ્વાસ પ્રાપ્ત કરી શ્રી વૃજલાલભાઈએ બીજજ્ઞાનની પ્રાપ્તિ કરી અને પુરુષાર્થ દ્વારા પરમાર્થ માર્ગે આગળ વધ્યા. છેવટે શ્રી કાળિદાસભાઈએ શ્રી વૃજલાલભાઈને ઊંચી ભૂમિકાએ લઈ જઈ દ્રવ્ય પ્રગટ કરાવ્યું.
બોટાદ મુકામે જન્મેલા શ્રી છોટાલાલભાઈ મગનલાલ દેસાઈ બાળપણથી જ રમતગમત અને ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. પ્રાથમિક અભ્યાસ સાયલામાં કર્યા બાદ સંવત ૧૯૫૬ થી ૧૯૫૯ સુધી ભુજ-કચ્છમાં મેટ્રિક સુધીનો અભ્યાસ પૂરો કરી સંવત ૧૯૬૫માં કલક્તામાં શેઠ અબ્દુલાભાઈ જુમ્માભાઈ લાલજીની ઓફિસમાં મેનેજર તરીકે જોડાયા હતા. તેમની કાર્યની ધગશ અને પ્રામાણિકતાથી પ્રસન્ન થઈ શેઠે ઘણી મોટી રકમ તેમને આપતાં તેઓને ઘણો જ સંતોષ થયો અને નાની ઉંમર હોવા છતાં નિવૃત્તિ સ્વીકારી. સંવત ૧૯૮૯માં કલક્તા છોડી સાયેલા આવી વસ્યા અને આત્મકલ્યાણ તેમ જ દીન-દુ:ખિયાની સેવા માટે જીવન વ્યતીત કરવા લાગ્યા. ધીમે ધીમે શ્રી વૃજલાલભાઈ, શ્રી કાળિદાસભાઈ જેવા સત્સંગીઓનો ભેટો થતાં સ્પષ્ટ સમજાયું કે, બીજજ્ઞાન એ મોક્ષમાર્ગ કાપવા માટે મોટો આધાર છે. શ્રી વૃજલાલભાઈ તથા શ્રી કાળિદાસભાઈ તેઓને તૈયાર થવામાં મદદ કરતાં તેઓશ્રી પાત્રતાને પામ્યા; પરિણામે સંવત ૧૯૯૧ના આસો સુદ ૧૦ (દશેરા)ના શુભદિને શ્રી વૃજલાલભાઈએ તેઓશ્રીને બીજજ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. પછી તો પુરુષાર્થ કરીને પોતાનું પરમાર્થ કાર્ય પૂર્ણ કર્યું. ૯૫
.. હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org