SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ઘેર પહોંચી ગયા અને તેઓ હિંડોળે હિંચકતા હતા ત્યાં જઈને તેમના બન્ને પગ પકડીને બેસી ગયા. પછી તો શ્રી શામળદાસભાઈએ શ્રી કાળિદાસભાઈને આ માર્ગ માટે પરિપક્વ કરી બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી. પણ આ જ્ઞાન અન્ય કોઈને આપવા શ્રી શામળદાસભાઈએ શ્રી કાળિદાસભાઈને મનાઈ ફરમાવી હતી. શ્રી કાળિદાસભાઈ પણ આત્મ-અનુભવી પુરુષ હતા. તેઓના આત્મ-પ્રદેશો એકદમ સ્થિર થયેલા જણાતા હતા. તેમણે રચેલાં કાવ્યો દ્વારા તેમની આંતરિક દશાનો પરિચય થાય છે. મોહની નિંદમાં – શ્રી કાળિદાસભાઈએ રચેલા આઠ કડીના આ પ્રભાતિયામાં આખો મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે. મોહની નિંદમાં સૂઈ મત રહો સદા, વ્યતિત બહુ કાળ એમ વ્યર્થ કીધો; નિજરૂપ નિરખવા, નેત્ર ખોલ્યું નહિ, સુપનના સુખતણો લ્હાવો લીધો. - મોહની નિંદમાં - ૧ વસ્તુ સ્થિતિ સમજનું વ્હાણું વાયું ભલું, શુદ્ધ સમક્તિનો ભાનુ ભાસે; નિજ પર રૂપનો ભેદ પ્રગટે જહાં, મોહ મિથ્યાત્વ અહંકાર નાશે. - મોહની નિંદમાં – ૨ પ્રેમથી પરખીએ, નિરખીએ નાથને, અવર અધ્યાસને અલગ કીજે, ગ્રહણ કર જ્ઞાન ગુરુ બોધના બીજનું, પરમ રસ પાનથી કાજ સીજે. - મોહની નિંદમાં - ૩ તું નહીં પુદ્ગલી, દેહ યુગલ સદા, પ્રગટ જડ દ્રવ્ય નહિ રૂપ તારું; પુદ્ગલી પ્રપંચમાં પોતે ભૂલી ગયો, અન્યથા રૂપ માં માન્ય મારું. - મોહની નિંદમાં – ૪ સર્વ વ્યાપકપણે સાક્ષી તું સર્વદા, જ્ઞાન ગુણ લક્ષણે ભિન્ન ભાસે; શુદ્ધ ઉપયોગીનું ચિન્હ ચૈતન્ય ઘન, અચલ અવિનાશી ગુણ કેમ નાશે. - મોહની નિંદમાં - ૫ થાય પ્રતિભાસ એ શેયનો જ્ઞાનમાં, પણ નહિ જ્ઞાન તું જ શેય ભાવે, જેમ જલપાત્ર રવિ દેખિયે નિરમળો, ભાસ દરપણ વિષે તેમ થાવે. - મોહની નિંદમાં - ૬ સર્વને જાણ તે જાણ રૂપ તાહરું, અન્યમાં જાણ ગુણ જ્ઞાન નાવે; એમ ભિન્ન ભિન્ન ગુણ લક્ષણે અનુભવી, અલખ રૂપ આપનું લક્ષ લાવે. - મોહની નિંદમાં - ૭ સંતોનું ગામ સાયલા ૯૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005471
Book TitleHriday Sakha Shree Saubhagya
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy