________________
પ્રકરણ - ૧૧ સંતોનું ગામ સાયલા
સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતોની ભૂમિ. તેમાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સાયલાને તો લોકો “ભગતના ગામ” તરીકે જ ઓળખે છે. આ સાયલામાં પૂ. શ્રી લાલજી ભગતની જગ્યા - મંદિર આવેલ છે. પૂ. શ્રી લાલજી ભગત પવિત્ર પુરુષ હતા. સંત પુરુષ હતા. આજે પણ લોકો પૂ. શ્રી લાલજી ભગત પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે. પૂજન કરે છે.
આ સાયલા ગામ ખાતે જ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના પરમાર્થસખા શ્રી સૌભાગ્યભાઈ રહેતા હતા. આ જ ગામમાં તેઓ આત્મજ્ઞાન પામી, સમાધિમરણને વરેલા. આવા આ સંત પુરુષ થયા બાદ તો જાણે સાયલા ખાતે સંતપુરુષોની પરંપરા જ ચાલી છે તે વિષે થોડું જાણવા પ્રયાસ કરીશું.
શ્રી સૌભાગ્યભાઈ લલ્લુભાઈ કપુરચંદ અમરશી શેઠ અને શ્રી શામળદાસભાઈ ભૂધરભાઈ ખોડાભાઈ અમરશી શેઠ બને સગાઈમાં કુટુંબી ભાઈ થતા. પૂ. શ્રી શામળદાસભાઈ શેઠને શ્રી સૌભાગ્યભાઈએ યોગ્ય પાત્ર જાણી “બીજજ્ઞાન” આપ્યું હતું. પરિણામે શ્રી શામળદાસભાઈ શેઠ પરમાર્થ પુરુષ બની ગયા હતા. પૂ. શ્રી શામળદાસભાઈ ખૂબ જ ભદ્રિક અને સરળ સ્વભાવના હતા. તેમનો વ્યવસાય દૂધનો હતો. તેમણે શ્રીમદ્જીના વચનામૃતજીનું ખૂબ જ ઊંડું અવગાહન કર્યું હતું.
શ્રી શામળદાસભાઈ દરરોજ સવાર-સાંજ ભેંસોને પાણી પાવા માટે બજારમાંથી નીકળતા ત્યારે તેમની નજર કંદોઈની દુકાન ધરાવતા શ્રી કાળિદાસભાઈ પર પડતી. પૂ. શ્રી કાળિદાસભાઈ માવજીભાઈ દોશીનો જન્મ ચોરવીરા (તા. બોટાદ) ગામમાં થયેલો. ૭ વર્ષની વયે તેઓનાં માતાપિતાનાં મૃત્યુ બાદ પોતાનાં મોટાં બહેન જીવીબહેનના ઘેર સાયલા આવી રહેલા. કંદોઈનો ધંધો અનુકૂળ જણાતાં તે અપનાવી લીધો. તેઓશ્રી કામ કરતા હોય કે વચ્ચે થોડો સમય વિશ્રાંતિનો મળે ત્યારે શ્રી વચનામૃતજીનું વાંચન પણ કરતા હતા. આ બાબત શ્રી શામળદાસભાઈના ધ્યાનમાં આવી. એક વખત શ્રી શામળદાસભાઈએ શ્રી કાળિદાસભાઈને શ્રી વચનામૃતજીના વાંચન અંગે પૃચ્છા કરી જણાવ્યું કે, “આ તું જે વાંચે છે તેવા કોઈ પુરુષ મળે તો તેનો ટાંટિયો પકડીને મારી પાસે લાવજે.” શ્રી કાળિદાસભાઈ વિચક્ષણ બુદ્ધિવાળા હોવાથી એ વાત પર આખો દિવસ વિચાર કરીને, સાંજના શ્રી શાળમદાસભાઈના
» ધ્રયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org