________________
આ તો થયું એમનું વ્યાવહારિક જીવન. પણ તેઓશ્રીનું આધ્યાત્મિક જીવન તો વધારે ધ્યાન ખેંચે છે. બાળવયથી ભજનો, રામાયણ, મહાભારત, સાધુ-સંતોમાં વિશેષ રુચિ હતી. વળી સાયલામાં જેમની દશા પ્રગટ થયેલી એવા સંતોનો સમાગમ મળવાથી તેઓશ્રીની પરમાર્થ માર્ગની પ્રગતિ ઉચ્ચ કોટિની થવા પામી. આ સત્સંગ ૨૩ વર્ષની વયથી ૩ર વર્ષની વય સુધી સતત આત્મજ્ઞાનની ઝુરણા સાથે કરતા રહ્યા. પરિણામે પૂજ્યશ્રીની પરિપક્વ દશા જોતાં પૂ. શ્રી છોટાલાલભાઈ દેસાઈએ સંવત ૧૯૯૪ના મહા સુદ ૧૪ તારીખ ૧૪મી જાન્યુઆરીના બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી. આ પ્રાપ્તિ બાદ તેમની ભૂમિકા, પરિપક્વ દશા, અપૂર્વ એવી સમજણ અને પૂર્વના આરાધક જીવ હોવાથી થોડા દિવસમાં પોતાનું કામ પરિપૂર્ણ કરી લીધું અને પોતાની અંદર ઊતરીને બહારની દૃષ્ટિએ પણ ગુપ્ત થઈ ગયા. આ ગુપ્તતા તેમણે પ્રાપ્તિ થયા બાદ ૩૮ વર્ષો સુધી જાળવી રાખી હતી. આ રીતે ગુપ્ત રહેવામાં એમના ગુરુ પૂ. શ્રી છોટાલાલભાઈ દેસાઈની છત્રછાયા હતી, કારણ કે માથે સદ્ગુરુદેવ હાજર હોવાથી પૂજ્ય શ્રી બાપુજીને કાંઈ બોલવાપણું હતું નહીં. આથી ગુપ્ત રહીને - મૌન રહીને પોતાની સાધનામાં પુરુષાર્થ કરીને દિનપ્રતિદિન આગળ ને આગળ વધતા રહ્યા.
પૂજય શ્રી બાપુજીને ગુપ્તવાસમાંથી બહાર લાવવાનું, મહત્ પુણ્યનું કાર્ય મુંબઈમાં રહેતા શ્રી શાંતિલાલભાઈ અંબાણીએ કર્યું તે બદલ એમનો ઋણ સ્વીકાર કર્યા વિના કેમ ચાલે? એક પરમ ઉપકારી મહાસતીજીએ શ્રી શાંતિલાલભાઈને જણાવેલ કે, તમો જે મહાપુરુષની શોધ કરી રહ્યા છો તેનો ઉકેલ તમને કાંદિવલીમાં રહેતા ચીમનલાલ મણિલાલ મહેતા પાસેથી મળશે. શ્રી શાંતિલાલભાઈ અંબાણીના આ ભાઈ મિત્ર થતા તેથી તેમની પાસે ગયા ત્યારે તે ભાઈએ બે સપુરુષનાં નામ નીચે પ્રમાણે આપ્યાં. (૧) પૂ. શ્રી છોટાલાલભાઈ મગનલાલ દેસાઈ, સાયલા (૨) પૂ. શ્રી લાડકચંદભાઈ માણેકચંદ વોરા (પૂ. શ્રી બાપુજી), સાયલા.
- શ્રી શાંતિલાલભાઈ અંબાણી મુંબઈથી સાયલા આવ્યા અને પૂ. શ્રી બાપુજીને પોતાને મૂંઝવતા પ્રશ્નો વિષે પૂછ્યું, તો યથાતથ્ય પ્રત્યુત્તર પ્રાપ્ત થતાં ખાતરી થઈ કે, પૂ. શ્રી બાપુજી એક જ્ઞાની પુરુષ છે તેથી તેઓશ્રીને ગુપ્તવાસમાંથી બહાર આવી ઉદ્ધાર કરવા વિનંતી કરી. પરંતુ પૂ. શ્રી બાપુજીએ એનો અસ્વીકાર કર્યો. “મારા ગુરુદેવ પૂ. શ્રી છોટાલાલભાઈ દેસાઈ હયાત છે ત્યાં સુધી હું કોઈનો હાથ ઝાલીશ નહિ.” એ વખતે પૂ. શ્રી છોટાલાલભાઈ દેસાઈ કલકત્તા રહેતા હતા. તેથી શ્રી શાંતિલાલભાઈ અંબાણી કલકત્તા જવા તૈયારી કરવા લાગ્યા ત્યાં જ તેઓને સમાચાર
. હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
હતા For Persone
vate Use Only
www.jainelibrary.org