________________
પ્રાપ્ત થયા કે પૂ. શ્રી છોટાલાલભાઈ દેસાઈએ દેહ છોડી દીધેલ છે. પૂ. શ્રી છોટાલાલભાઈ દેસાઈનો દેહવિલય તારીખ ૨-૫-૧૯૭૫ના થયો. આ સમાચાર જાણ્યા બાદ શ્રી શાંતિલાલભાઈ અંબાણી સાયલા આવ્યા અને પૂ. શ્રી બાપુજીને તેઓએ આપેલ વચન યાદ કરાવી પોતાનો હાથ ઝાલવા વિનંતી કરી. પૂ. શ્રી બાપુજીએ શ્રી શાંતિલાલભાઈ અંબાણીને માર્ગ બતાવવા હા પાડી પણ અન્ય કોઈને ખબર ન પડે એવી શરત મૂકી. આ શરતને કારણે શ્રી શાંતિલાલભાઈ અંબાણી મૂંઝવણમાં મૂકાયા. તેઓ મુંબઈ નિવાસી શ્રી નગીનભાઈ કલ્યાણજી શાહ તેમ જ મુંબઈ નિવાસી શ્રી લવચંદભાઈ ઘેલાણીના મિત્ર હતા. આ ત્રણે મિત્રોએ એકમેકને વચન આપેલ કે, જેમને પુરુષ મળે તેમણે બાકીના બે મિત્રોને તે અંગે વાત કરવી. શ્રી શાંતિલાલભાઈ અંબાણીએ આ વાત પૂ. શ્રી બાપુજીને કહી. પૂ. શ્રી બાપુજી આખરે સંમત થયા અને આ ત્રણે મિત્રોનો હાથ ઝાલ્યો. પરમકૃપાળુદેવ તેમ જ પૂ. શ્રી સૌભાગ્યભાઈ જે માર્ગે ચાલી આત્મકલ્યાણ સાધી ગયેલા તે માર્ગે પોતે ચાલ્યા હોઈ, તે માર્ગે સાધકોને દોર્યા. પછી તો આ ત્રણ મિત્રોનાં કુટુંબીજનો પણ પૂ. શ્રી બાપુજીને સગુરુપદે સ્થાપી આત્મકલ્યાણને માર્ગે પ્રગતિ કરવા લાગ્યા. પરિણામે સંખ્યા વધતાં વ્યવસ્થિત સ્વરૂપે આશ્રમની સ્થાપના કરવા પ્રેરણા પ્રાપ્ત થઈ. સાયલા ગામમાં ગુરુદેવ પૂ. શ્રી છોટાલાલભાઈ દેસાઈના મકાનમાં આશ્રમની શરૂઆત કરી. ત્યાં દરરોજ સ્વાધ્યાય-ભક્તિ-ધ્યાન થવા લાગ્યાં. આ મકાન પણ નાનું પડવા લાગ્યું. પૂ. શ્રી બાપુજીના રહેણાંકના મકાનમાં પણ સ્વાધ્યાય કરવાની ફરજ પડી. આ પરથી મોટો હોલ બાંધવા વિચાર થયો. પૂ. શ્રી સૌભાગ્યભાઈ જે મકાનમાં રહેલા તે ખરીદી ત્યાં હોલ બાંધવા વિચાર કર્યો પરંતુ તે મકાનમાં એ વખતે જે ભાડૂત રહેતા હતા તેમના વિરોધને કારણે તે યોજના અમલમાં ન આવી.
આશ્રમની સ્થાપના ક્યાં કરવી એ અંગે વિચારતાં મુંબઈથી આવનાર શ્રી શાંતિલાલભાઈ અંબાણી, શ્રી નગીનભાઈ શાહ, શ્રી લવચંદભાઈ ઘેલાણી વગેરેએ તીથલ, માથેરાન જેવાં સ્થળો વિષે આગ્રહ રાખ્યો. પરંતુ પૂ. શ્રી બાપુજીએ કહ્યું કે “તમારે જ્યાં આશ્રમ સ્થાપવો હોય ત્યાં સ્થાપો પરંતુ જ્યાં શ્રી સૌભાગ્યભાઈ ન હોય કે એમનું સાયેલા ન હોય ત્યાં હું નહિ આવું.” આમ, પૂ. શ્રી બાપુજીને પૂ. શ્રી સૌભાગ્યભાઈ માટે કેટલો બધો અહોભાવ હતો તે જણાય છે. જો પૂ. શ્રી બાપુજી ન આવે તો અન્ય સ્થળે આશ્રમ સ્થાપવાનો અર્થ રહેતો ન હોવાથી સાયલા ખાતે જ આશ્રમ સ્થાપવા વિચાર થયો. એ માટે એક મંડળની રચના કરવામાં આવી જેનું નામ “શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ” રાખવામાં આવ્યું. આશ્રમનું નામ પણ “શ્રી
સંતોનું ગામ સાયેલા
૯૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org