________________
પત્રક - ૨૦.
સંવત ૧૫૧, ભાદરવા સુદી-૧૧ પૂ. મેતા શ્રી પ. રવજીભાઈ પચાણ સાહેબજીને આપશો, શ્રી વવાણિયા બંદર. સાયલેથી સોભાગભાઈની પાયલાગણ વાંચશો.
આપનું કીરપા (કૃપા) પનું આવ્યું તે પહોંચ્યું છે. વાંચી આનંદ થયો છે. સુદ ૨ પૂનમ સુધી મોરબી થાશે એમ લખું (લખ્યું) તો હવે મોરબીથી જ્યારે ચાલવાનું થાય ત્યારે અગાઉ લખી જણાવશો એટલે હું મૂળીએ ગાડી લઈને તેડવા સારું આવું. મનમાં કેટલાક દિવસ થયા સમાગમ કરવાની પીપાશા (પિપાસા) રહેતી હતી. હવે આપ અહીં પધારશો તેથી હાલમાં તે આકાંક્ષા કાંઈક નિવૃત્ત થશે. કેવળગનાન (કવળજ્ઞાન) વગેરે કેટલાક પ્રશ્નો પૂછી નિર્ણય થશે. આ કાળ અને આ પ્રશ્નમાં કાંઈ આપ સિવાય બીજાને પૂછીને શંકા દૂર કરીએ તેવો પુરુષ દેખવામાં આવતો નથી. ડુંગર, લેરા (લહેરા) ભાઈ વગેરે પતું (પત્ર) વાંચી ખુશી થયા છે. મનમાં કેટલાક પ્રકારની ચિન્તા વેદવામાં આવે છે તે સર્વે આપ પધાર્યાથી દૂર થશે.
લિ. સેવક સોભાગના નમસ્કાર. પત્રાંક - ૨૧
સંવત ૧૯૫૧, આશો સુદી ૧૧, રવિવાર પૂ.સા. શ્રી પ. રેવાશંકર જગજીવનની કું. શ્રી મુંબાઈ બંદર.
આપનો કૃપાપત્ર નથી તો લખશો. અમે બન્ને જણ ગઈ કાલે કુશળતાથી પોતા (પહોંચ્યા) છીએ. આપ ખુશીથી પોતાના (પહોંચ્યાના) ખબર લખશો. અહીંથી બનાત (ગરમ રેશમી કાપડી વાર ૧૨ બુરાન કોટની મંગાવી છે તે જલદી નમૂના પ્રમાણે મોકલવા ભલામણ કરશો. ચિ. મણીલાલને સુદ ૧૨ સોમવારના ચાલ્યા આવવાનો વિચાર હતો પણ મુરત (મુહિત) વદ ૧ સુકરવારનું (શુક્રવારનું) આવ્યું છે. હવે ઘણું કરી તે મુરતે અહીંથી ચાલશે (જશે) અને ત્યાં આવશે. ચિ. માફાને હવે સારી પેઠે સુવાણ છે અને નાગરલાલ હમણે વદ ૧૨-૧૩ સુધી રોકાશે. આ સમાચાર લાલચંદને તથા કેશવલાલને કહેજો . કીરપા (કૃપા) કરી કાગળ દુવારે (દ્વારા) શાંતિ આપશો. ભાઈ શ્રી માંકુભાઈ તથા પરેમચંદભાઈને (પ્રેમચંદભાઈને) ઘટારત કહેશો એ જ વિનંતી.
સાયલેથી લિ. સેવક સોભાગ. શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૫૭
ટ
Jain Education International
For Pers
Private Use Only
www.jainelibrary.org