________________
વ. પત્રાંક - ૪૫
મુંબઈ, આસો વદ ૧૧, ૧૯૫૧ પરમનૈષ્ઠિક, સત્સમાગમ યોગ્ય, આર્ય શ્રી સોભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે, શ્રી સાયલા.
યથાયોગ્યપૂર્વક - શ્રી સોભાગનું લખેલું પત્ર મળ્યું છે.
“સમજ્યા તે શમાઈ રહ્યા,” તથા “સમજ્યા તે સમાઈ ગયા,” એ વાક્યમાં કંઈ અર્થાતર થાય છે કે કેમ ? તથા બેમાં કયું વાક્ય વિશેષાર્થવાચક જણાય છે? તેમજ સમજવા યોગ્ય શું? તથા શમાવું શું? તથા સમુચ્ચયવાક્યનો એક પરમાર્થ શો ? તે વિચારવા યોગ્ય છે, વિશેષપણે વિચારવા યોગ્ય છે, અને વિચારગત હોય તે તથા વિચારતાં તે વાક્યોનો વિશેષ પરમાર્થ લક્ષગત થતો હોય તે લખવાનું બને તો લખશો. એ જ વિનંતી.
સહજાત્મસ્વરૂપ યથા. પત્રક - ૨
સંવત ૧૫૧ના આશો વદી ૧૪ ને ગુરુવાર પ્રેમ પૂજય તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ સાહેબજી સહજાત્મસ્વરૂપ મુ. શ્રી મુંબાઈ બંદર. લિ. આપનો આજ્ઞાંકિત સેવક સોભાગના નમસ્કાર વાંચશો.
વિનંતી કે આપની કૃપા પત્ર આશો વદ ૧૦નો લખેલ આવ્યો તે પહોંચ્યો. સમાચાર જાણ્યા છે.
સમજ્યા તે સમાઈ રહ્યા - “સમજ્યા તે સમાઈ ગયા” -તે વાક્ય એક જ છે કે અર્થમાં કાંઈ ફેરફાર છે કે કેમ ? તે લખ્યું... પેલા (પહેલા) વાક્યનો અર્થ “સમજ્યા તે સમાઈ રહ્યા” એટલે સંસાર છોડી ગયા નહિ અગર જ્ઞાન પામ્યા છે પણ દેહ છે ત્યાં સુધી દેહનું પ્રારબ્ધ રહ્યું છે ત્યાં સુધી વેદની આદિ કર્મ રહ્યાં છે.
સમજયા તે સમાઈ ગયા” તેનો અર્થ સંસાર મૂકી ગયા અગર દેહનો ત્યાગ થયે વેદની (વેદનીય) કર્મ આદિ સર્વે કર્મ ગયા સમજ્યા તે જેમ હતું તે સમજો (સમજ્યા) એ આ વિશેષ વાક્યર્થ સમજ્યા તે સમાઈ ગયાનો અર્થ થાય છે. સમજવા જોગ સપુરુષ તથા આત્મસ્વરૂપ અને સમાવું એ વિષય કષાય એમ અમને અર્થ
૧૫૮
... હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Pe
r vate Use Only
www.jainelibrary.org