________________
જણાય છે. હવે આપને કેમ દેખાય છે. જેમ જણાતું હોય તેમ વિગતથી અર્થ કરી લખશો. આપની લખાવટ જોતાં તેનો અર્થ ઘણો જ જુજ (ગુહ્ય) જાણાય છે. માટે જરૂર કિરપા (કૃપા) કરી લખશો. ભાઈ શ્રી માકુભાઈની તબિયત જરા નરમ રહે છે એમ સાંભળ્યું છે તો હવે સારી પેઠે સુવાણ રહેતી હશે. માટે લખશો અને પ્રથમ કા. ૧ માકુભાઈ ઉપર વિગતવાર લખ્યો હતો તેનો જવાબ કંઈ આવ્યો નથી તો તે વિષ ધ્યાન આપી લાભમાં જવાબ લખે તો એ પીડા મટે, મનમાં ઉપાધિ રહ્યા કરે છે.
ચિ ચુંબક અમદાવાદથી લુગડાં લઈને આવ્યા છે. અમદાવાદથી હૂંડી રૂ. ૭૦)ની લખી છે. તે શીકારી (સ્વીકારી) આપશો. કા.સુ. રના વાયદાનું કાપડ વેચ્યું છે તે રૂપીઆ ઘણું કરી માગસર સુદ ૨ સુધીમાં આવશે માટે અવેજ બીડવા વિચાર છે તો બીડી દેશું. હૂંડી શીકારી (સ્વીકારવા) દવા કેશો (કહેશો) કા. ૧. મણિલાલનો બીડ્યો છે તે આપશો. એ જ વિનંતી. મારા વતી સર્વેને ઘટારત કેશો ને કાગળ કિરપા કરી લખશો.
લિ. સોભાગ વ. પત્રાંક - ૫૧
મુંબઈ, કારતક, ૧૫ર જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે, તેથી ઉપયોગ અન્ય વિકલ્પરહિત થયો તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બન્ને એક જ છે.
જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં સમાયો, અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાક્ય “સમજીને શમાઈ રહ્યા તેનો અર્થ છે.
અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો, અને તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું, તે અધ્યાસરૂપ આત્માપણું સમાઈ ગયું. એ બીજું વાક્ય “સમજીને સમાઈ ગયા” તેનો અર્થ છે.
પર્યાયાંતરથી અર્થાતર થઈ શકે છે. વાસ્તવમાં બને વાક્યનો પરમાર્થ એક જ વિચારવા યોગ્ય છે.
જે જે સમજ્યા તેણે તેણે મારું તારું એ આદિ અહત્વ, મમત્વ શમાવી દીધું; કેમ કે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં; અને નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાબાધસ્વરૂપ, કેવળ ન્યારો જોયો એટલે તેમાં જ સમાવેશ પામી ગયા.
આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા; વાણીએ કરી આ આનું છે એ આદિ કહેવાનું બનાવારૂપ વ્યવહાર, વચનાદિ યોગ સુધી ક્વચિત શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૫૯
Jain Education International
For P
Private Use Only
www.jainelibrary.org