________________
રહ્યો, તથાપિ આત્માથી આ મારું છે એ વિકલ્પ કેવળ સમાઈ ગયો; જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવગોચરપદમાં લીનતા થઈ.
એ બન્ને વાક્ય લોકભાષામાં પ્રવર્યા છે, તે “આત્મભાષામાંથી આવ્યાં છે. જે ઉપર કહ્યા તે પ્રકારે ન સમાયા તે સમજ્યા નથી એમ એ વાક્યનો સારભૂત અર્થ થયો; અથવા જેટલે અંશે શમાયા તેટલે અંશે સમજ્યા, અને જે પ્રકારે શમાયા તે પ્રકારે સમજયા, એટલો વિભાગાર્જ થઈ શકવા યોગ્ય છે, તથાપિ મુખ્યાર્થમાં ઉપયોગ વર્તાવવો ઘટે છે.
અનંતકાળથી યમ, નિયમ, શાસ્ત્રાવલોકનાદિ કાર્ય છતાં સમજાવું અને શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણનિવૃત્તિ ન થઈ.
સમજાવા અને શમાવાનું જે કોઈ ઐક્ય કરે, તે સ્વાનુભવપદમાં વર્તે; તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદ્દગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં; જાણવાનો પ્રતિબંધક અસત્સંગ, સ્વછંદ અને અવિચાર તેનો રોધ કર્યો નહીં જેથી સમજાવું અને શમાવું તથા બેયનું ઐક્ય ન બન્યું એવો નિશ્ચય પ્રસિદ્ધ છે.
અત્રેથી આરંભી ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તો જીવ સમજીને સમાય, એ નિઃસંદેહ છે.
અનંત જ્ઞાનીપુરુષ અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતો, એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે શમાવીએ છીએ. સત્સંગ સદ્વિચારથી શમાવા સુધીનાં સર્વ પદ અત્યંત સાચાં છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે અને નિઃસંદેહ છે.
પત્રાંક - ૨૩
સંવત ૧૯૫ર, માગસર સુદ ૨, સાયલા પરમ પૂજય રાજચંદ્ર વિ. રવજીભાઈ મોરબી થઈ શ્રી વવાણિયા બંદર.
આપનો કિરપા (કૃપા) પત્ર હાલમાં નથી તે કીરપા કરી લખશો. હાલમાં મુંબઈ જવાનું હશે નહીં માટે મહેરબાની કરી આંહી પધારજો. પછી મુંબાઈવાળા લખે તારે (ત્યારે) પધારજો. અહીં કોઈ જાતની ઉપાધિ મારી તરફથી થાશે નહીં. વળી આંહી ઝવેરાત એક શખસને (વ્યક્તિને) વેચવા મરજી છે. રૂ. ૧૦,૦૦૦ (દશ હજાર)નું વેચવું છે તે ઘાટ છે.
૧૬૦
. હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org