________________
પ્રકરણ - ૪ પરમાર્થ પ્રેમનું ધન્ય મિલન જગતના ઇતિહાસમાં – પ.કૃ.દેવ અને પૂ. શ્રી સૌભાગ્યભાઈની અજોડ જોડીનું પ્રથમ મિલન પણ અજોડ હતું. પૃથ્વી પર આવું દર્શન જવલ્લે જ જોવા મળે કે એક જ વ્યક્તિ અન્ય વ્યક્તિ માટે પથદર્શક, શિષ્ય તથા પરમાર્થ સખાનું–પરમ સખાનું પદ પ્રાપ્ત કરે. શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી પાસેથી શ્રીમની બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિની અભિલાષા પૂ. શ્રી સૌભાગ્યને મળતાં પૂર્ણ થાય છે.
શ્રી સૌભાગ્યભાઈએ જ્યારે પરમકૃપાળુદેવની અવધાન શક્તિ વિષે જાણ્યું ત્યારે તેમને એમ લાગ્યું કે મારી પાસે જે રહસ્યભૂત જ્ઞાન છે તે જો શ્રીમદ્જીને આપવામાં આવે તો જગત માટે ઉપકારભૂત થશે તેથી તેઓએ પોતાના પિતાશ્રી પાસે આ(સુધારસ)ની રહસ્યભૂત વાત શ્રીમદ્જીને કહેવા માટે આજ્ઞા માગી અને તે આજ્ઞા તેમના પિતાશ્રી તરફથી તેમને પ્રાપ્ત થતાં તેઓ આ જ્ઞાન આપવા માટે રવાના થયા. મોરબી પહોંચતાં જાણવા મળ્યું કે શ્રીમદ્જી તો જેતપર ગામે તેમના બનેવી શ્રી ચત્રભુજ બેચરને ત્યાં બિરાજમાન છે. તેથી તેઓ મોરબી તાબે રહેલા જેતપર ગામે આવ્યા.
શ્રી સૌભાગ્યભાઈનું શ્રીમદ્જી સમીપે આગમન થવા પૂર્વે જ શ્રીમદ્જીને તેઓના નિર્મળ જ્ઞાનમાં ભાસ્યમાન થાય છે કે “સૌભાગ્યભાઈ નામના પુરુષ પરમાર્થની રહસ્યભૂત બીજજ્ઞાનની વાત કરવા આવી રહ્યા છે એ વાત શ્રીમદ્જીએ તરત એક કાગળની કાપલીમાં લખી પોતે જ્યાં બેઠા હતા તેની પાસેના ગલ્લામાં રાખી દે છે. ' જેવા શ્રી સૌભાગ્યભાઈ દુકાનમાં દાખલ થાય છે ત્યારે શ્રીમદ્જી તેઓને નામ દઈ આવકારો આપે છે, “આવો સૌભાગ્યભાઈ આવો.”
શ્રી સૌભાગ્યભાઈને આ સાંભળીને આશ્ચર્ય થયું કે, આવો આવકાર તેમને કોઈ દિવસ મળ્યો નથી, અમે બન્ને એકબીજાને ઓળખતા નથી, જોયા નથી, છતાં એમણે મને નામ દઈને શી રીતે બોલાવ્યો? આશ્ચર્યમુગ્ધ થયેલા શ્રી સૌભાગ્યભાઈ હજુ તો આમ ચિંતવે છે ત્યાં શ્રીમદ્જી કહે છે કે, “આ ગલ્લામાં એક કાપલી છે તે કાઢીને વાંચો. શ્રી સૌભાગ્યભાઈ ગલ્લામાંથી કાપલી કાઢીને વાંચે છે, તો જે બીજજ્ઞાન(સુધારસ)ની પ્રક્રિયા બતાવવા તે આવેલા તે બાબતનો ઉલ્લેખ જોતાં શ્રી સૌભાગ્યભાઈ તો આશ્ચર્યથી દિંગ થઈ ગયા. એમને થયું કે, “જરૂર આ કોઈ જ્ઞાનવંત મહાત્મા છે.” છતાં પોતાનો અભિપ્રાય દૃઢ કરવા એમણે શ્રીમદ્જીને પૂછ્યું કે સાયલામાં મારા
પરમાર્થ પ્રેમીઓનું ધન્ય મિલન
૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org