________________
ઘરનું બારણું કઈ દિશામાં છે ? પ.કૃ.દેવના યથાર્થ ઉત્તરથી શ્રી સૌભાગ્યભાઈ સાનંદાશ્ચર્ય પામ્યા અને શ્રીમદ્ભુને શ્રી સૌભાગ્યભાઈએ ત્રણ નમસ્કાર કર્યા. એ સમયે પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી કોઈ અપૂર્વ આત્મસમાધિમાં લીન થઈ ગયા. શ્રી સોભાગભાઈ સાથેના આ પ્રથમ સત્સમાગમના અનુગ્રહથી શ્રીમદ્ભુને આત્મદશાનું સ્મરણ થયું અને તેઓ અલૌકિક અંતરંગ સમાધિભાવમાં સરી જઈ ધ્યાનસ્થ થઈ ગયા. પરમકૃપાળુદેવને પરમાર્થ માર્ગમાં આગળ વધવામાં ખૂટતી કડી આ રીતે પૂ. શ્રી સૌભાગ્યભાઈના નિમિત્તથી પ્રાપ્ત થઈ.
“અધ્યાત્મ રાજચંદ્ર” ગ્રંથમાં ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા લખે છે કે “શ્રીમદ્ના પરમાર્થ જીવનમાં સૌભાગ્યભાઈના પરમાર્થ સંબંધે ઘણો અગત્યનો ભાગ ભજવ્યો છે” અને “ક્યારે મુને મિલસે માહરો સંત સ્નેહી” – મને મારો સંત સ્નેહી ક્યારે મળશે ? એવી શ્રીમદ્દ્ની સંત સ્નેહીની ઝંખના શ્રી સૌભાગ્યભાઈ જેવા વિરલા પરમાર્થી પુરુષનો મેળાપ થતાં પૂર્ણ થઈ છે. શ્રીકૃષ્ણને અર્જુન જેવા સખા ને શિષ્યની જેમ, શ્રીમન્ને સૌભાગ્ય જેવા પરમાર્થ સખા ને અનન્ય શિષ્ય મળી ગયા. શ્રીમદ્ભુને શ્રી સૌભાગ્યભાઈ જેવા પરમાર્થ રસિયા પુરુષ મળતાં પોતાનું હ્રદય ખોલવાનું, પરમાર્થ સંવેદન દર્શાવવાનું એક સુયોગ્ય પાત્ર મળી ગયું. મનમેળાપી મળવાથી શ્રીમદ્ઘમાં આત્માનંદનાં પૂર ઉમટ્યાં. આમ પ્રથમ દર્શને જ શ્રી સૌભાગ્યભાઈને શ્રીમદ્ભુ તરફ પૂજ્ય પરમાર્થ ગુરુભાવ પ્રગટ્યો તો શ્રીમદ્ભુને આત્મદશાનું સ્મરણ થતાં શ્રી સૌભાગ્ય પ્રત્યે કોઈ અપૂર્વ ભાવ સ્ફૂર્યો. શ્રીમદ્ભુને શ્રી સૌભાગ્યભાઈના સત્સમાગમના અનુગ્રહથી પરમાર્થ પ્રવૃત્તિમાં ઘણો વેગ મળ્યો. સંવેગ વધ્યો અને સાથે સાથે શ્રી સૌભાગ્યભાઈને પણ ઘણો ઘણો પરમાર્થ લાભ પ્રાપ્ત થયો. ઉભયને પરસ્પર પરમાર્થ લાભ થયો.
આ ઉપકારની સ્મૃતિમાં કૃતજ્ઞ શિરોમણિ શ્રીમદ્ઘ હાથનોંધ ૨/૨૦-પૃષ્ઠ-૪૫માં પોતાના પરમાર્થ સખાને પરમ ભાવથી નમસ્કાર કર્યા છે : “હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર કરું છું.”
પરમકૃપાળુદેવને જે પરમાનંદ પ્રાપ્ત થયો હતો તેનો સ્પષ્ટ નિર્દેશ આ પ્રથમ સમાગમ બાદ તેઓએ વવાણિયાથી ૧૯૪૬ના પ્રથમ ભાદરવા વદ તેરસના દિને શ્રી સૌભાગ્યભાઈ પર લખેલ પ્રથમ પત્ર પત્રાંક-૧૩૨માં મળી આવે છે.
આ પત્રમાં મથાળે “ક્ષણમપિ સજ્જન સંગતિરેકા ભવતિ ભવાર્ણવત૨ણે નૌકા’– એ જગતગુરુ શંકરાચાર્યજીનું પ્રસિદ્ધ વચન ટાંકી શ્રીમદ્ભુ લખે છે કે, “ક્ષણવારનો
૩૯
હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
...
www.jainelibrary.org