________________
પણ સત્પુરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે. એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજીનું છે અને તે યથાર્થ લાગે છે.” આનો અર્થ એ થયો કે પ.કૃ.દેવને મન શ્રી સૌભાગ્યભાઈ એક તેવા સજ્જન સત્પુરુષ છે. ઉપરાંત શ્રીમદ્ આગળ લખે છે કે, “આપે મારા સમાગમથી થયેલો આનંદ અને વિયોગથી અનાનંદ દર્શાવ્યો તેમ જ આપના સમાગમ માટે મને પણ થયું છે.” આ વાક્ય પરથી સમજાય છે કે પરસ્પર બન્નેને આ મિલનથી આનંદ થયો છે અને વિયોગની વેદના વેદે છે.
આમ આ પ્રથમ ધન્ય મિલન પરમકૃપાળુ દેવ તેમ જ શ્રી સૌભાગ્યભાઈ માટે તો અમૂલ્ય લાભ આપનાર હતું જ પરંતુ આપણા જેવા મુમુક્ષુગણ ને જગતના જીવો માટે તો એ પરમ ઉપકારી સાબિત થયેલ છે.
શ્રી સૌભાગ્યભાઈને તેમના પિતાશ્રી તરફથી મળેલ સંસ્કારો, સરળતા અને બીજજ્ઞાનની પ્રાપ્તિથી તેઓનો દર્શનમોહ પાતળો પડ્યો હતો તેથી જ પરમકૃપાળુદેવ જેવા સત્પુરુષની ઓળખાણ પ્રથમદર્શને જ થઈ. આ જ્ઞાન આપવા જતી વખતે શ્રી સૌભાગ્યભાઈને કોઈ અપેક્ષા ન હતી. માત્ર જગતના જીવો પ્રત્યેનો કલ્યાણભાવ હતો.
સંવત ૧૯૪૬ના પ્રથમ ભાદરવાથી આરંભાયેલ આ પરમાર્થ યાત્રા સંવત ૧૯૫૩ના જેઠ વદ ૧૦ના રોજ પૂરી થઈ છે. લગભગ પ.કૃ.દેવ તથા શ્રી સૌભાગ્યભાઈ વચ્ચે સાત વર્ષનો આધ્યાત્મિક સંબંધ રહ્યો છે, તેમાં તેઓ બન્ને આશરે ૫૬૦ દિવસ સાથે રહ્યા છે અને સત્સમાગમ કરેલ છે. શ્રી સૌભાગ્યભાઈ ઉપરનો પત્રવ્યવહાર આપણા સૌના આધ્યાત્મિક જીવનમાં અનેરો ફાળો આપે છે. જે અનુપમ અમૂલ્ય છે.
છે,
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી પૂર્વના આરાધક હોવાથી જ્ઞાન-સંસ્કાર-વારસો લઈ જન્મેલા જ્ઞાનવૃદ્ધ પુરુષ છે અને શ્રી સૌભાગ્યભાઈ પણ પૂર્વના સંસ્કારી વયોવૃદ્ધ પુરુષ. આમ બન્ને જ્ઞાનવૃદ્ધ તેમ જ સંસ્કારવૃદ્ધ તો ખરા જ !
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના અનન્ય શિષ્ય, ભક્તશિરોમણિ હોવા ઉપરાંત જેમને શ્રીમદ્ભુના પરમાર્થ સખા હોવાનું અનન્ય સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેવા પૂ. શ્રી સૌભાગ્યભાઈને નમસ્કાર હો ! નમસ્કાર હો !
પરમાર્થ પ્રેમીઓનું ધન્ય મિલન
Jain Education International
For Personal & Private Use Only
૪૦
www.jainelibrary.org