________________
શ્રી ગોસળિયાને અમારા પ્રણામ કહેશો. ઈશ્વર-ઇચ્છા હશે તો શ્રાવણ વદ ૧ની લગભગ અત્રેથી થોડા દિવસ માટે બહાર નીકળવાનો વિચાર આવે છે. ક્યું ગામ, અથવા કઈ તરફ જવું તે હજુ કંઈ સૂઝયું નથી. કાઠિયાવાડમાં આવવાનું સૂઝે એમ ભાસતું નથી.
આપને એક વાર તે માટે અવકાશનું પુછાવ્યું હતું. તેનો યથાયોગ્ય ઉત્તર આવ્યો નથી. ગોસળિયા બહાર નીકળવાની ઓછી બીક રાખતા હોય અને આપને નિરુપાધિ જેવો અવકાશ હોય, તો પાંચ પંદર દિવસ કોઈ ક્ષેત્રે નિવૃત્તિવાસનો વિચાર થાય છે, તે ઈશ્વરેચ્છાથી કરીએ.
કોઈ જીવ સામાન્ય મુમુક્ષુ થાય છે, તેને પણ આ સંસારના પ્રસંગમાં પ્રવર્તવા પ્રત્યયીનું વીર્ય મંદ પડી જાય છે, તો અમને તે પ્રત્યયી ઘણી મંદતા વર્તે તેમાં આશ્ચર્ય લાગતું નથી; તથાપિ કોઈ પૂર્વે પ્રારબ્ધ ઉપાર્જન થવાનો એવો જે પ્રકાર હશે કે જેથી તે પ્રસંગમાં પ્રવર્તવાનું રહ્યા કરે. પણ તે કેવું રહ્યા કરે છે ? કે જે ખાસ સંસારસુખની ઇચ્છાવાળા હોય તેને પણ તેવું કરવું ન પોષાય, એવું રહ્યા કરે છે. જો કે એ વાતનો ખેદ યોગ્ય નથી, અને ઉદાસીનતા જ ભજીએ છીએ, તથાપિ તે કારણે એક બીજો ખેદ ઉત્પન્ન થાય છે, તે એ કે સત્સંગ, નિવૃત્તિનું અપ્રધાનપણું રહ્યા કરે છે, અને પરમ રુચિ છે જેને વિષે એવું આત્મજ્ઞાન અને આત્મવાર્તા તે કોઈ પણ પ્રકારની ઇચ્છા વિના ક્વચિત્ ત્યાગ જેવા રાખવાં પડે છે. આત્મજ્ઞાન વેદક હોવાથી મૂઝવતું નથી, પણ આત્મવાર્તાનો વિયોગ તે મૂંઝવે છે. તમે પણ ચિત્તમાં એ જ કારણે મૂંઝાઓ છો. ઘણી જેને ઇચ્છા છે એવા કોઈ મુમુક્ષુભાઈઓ તે પણ તે કારણે વિરહને વેદે છે. તમે બને ઈશ્વરેચ્છા શું ધારો છો ? તે વિચારશો. અને જો કોઈ પ્રકારે શ્રાવણ વદનો યોગ થાય તો તે પણ કરશો.
સંસારની ઝાળ જોઈ ચિંતા ભજશો નહીં. ચિંતામાં સમતા રહે તો તે આત્મચિંતન જેવી છે. કંઈ જ્ઞાનવાર્તા લખશો. એ જ વિનંતી.
પ્રણામ. પત્રાંક - ૮
સંવત ૧૯૪૯ના શ્રાવણ સુદી ૧૦ ને, સોમવાર પરમ પૂજય બોધસ્વરૂપ પરમાત્મા દેવ સાહેબજી શ્રી રાજયચંદ્રભાઈ વિ. રવજીભાઈ મુ. મુંબાઈ બંદર. શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૨૫
Jain Education International
For Personat
fivate Use Only
www.jainelibrary.org