________________
શ્રી સાયલેથી લિ. આપનો આજ્ઞાંકિત સેવક સોભાગ લલુભાઈના પ્રણામ વાંચશો.
આપનો કૃપાપત્ર દન (દિવસ) ૩-૪ પેલા આવેલ. જેમાં લખેલ કે પ્રશ્ન તમને પૂછવા લખેલ પણ જવાબ આવ્યો નહિ તો તે કાગળ મને પહોંચો (પહોંચ્યો) નથી. એટલે શું જવાબ લખું ? ગોસળિયા વિગેરે સર્વની મરજી આપ અહીં પધારો એમ ખચિત છે અને આંહી જેમ આપની મરજી હશે તેમ સરવે (સર્વે) વરતશે (વર્તશે) અને મારા મનને પણ આ વિચાર પહેલા નંબરનો લાગે છે. ખંભાતવાશીને પણ આપણે આંહી તેડાવશું. છમછરી (સંવત્સરિ) સુધી સરવે (સર્વે) ભાઉનો (ભાઈઓનો). સમાગમ થાય તો આનંદ થાય. આ વિચાર અમારો ખચિતથી આગ્રહથી છે તે આપ સ્વીકારશો અને ત્યાંથી ચાલવાની (આવવાની) તારીખ લખશો. ગોસળિયાની ઉંમર વધારે પાકેલ થઈ છે તો પણ તમે જેવો જોએલ (જોયેલ) છે તેવાને તેવા છે. દરશન (દર્શન) કરવાને સમાગમ કરવાની આતુરતા વધારે. મુંબઈ સુધી પણ આવી માસ બે માસ સમાગમ કરે તેવો ઉપાધિ આડે અવકાશ આવતો નથી એટલે ઉપાય નહિ અને આપે જે શ્રાવણ વદ ૧ લગભગ પાંચ પંદર દિવસ નિવૃત્તિને માટે નીકળવા વિષે લખું (લખ્યું) તે વાંચી ઘણો આનંદ થયો છે અને ઉપર લખ્યા પ્રમાણે આપ અહીં પધારવા વિચાર કરશો. કદાપિ આટલું લખતાં તે વિચાર કર્યો નહિ તો પછી આપની ઇચ્છા હોય તેમ કરશો. અને ગોસળિયા તથા હું આપ લખશો તે તારીખે ઘણું કરી આવશું. એમ અમારા બન્નેનો વિચાર છે. આ પૃથ્વિ (પૃથ્વી) અંગ્રેજ લોકે માપી છે. તેમાં ઘણું ઓછું માપ બતાવે છે અને જીનનાં દેવે ઘણું મોટું માપ બતાવ્યું એનું કાંઈ કારણ હશે કે મેરુ પર્વતે દુનિયામાં નથી એમ સરકાર સુધારાવાળા કહે છે કેમ? જીનના દેવે મેરુ વધારે કઆ (કહ્યા) છે તે કેમ ?
અઢીદ્વીપમાં ચંદ્ર સૂરજ એકસેને બતરીશ બત્રીશ) બતરીશ કઆ (કહ્યા) છે એને સરકાર એક ચંદ્ર અને એક સૂરજ કે (કહે) છે તેમાં સૂરજ ફરતો નથી. નોર્વે અને સ્વીડનમાં યુરોપખંડમાં તે જગાએ જેઠ તથા અષાડ માસ દિન ૭૦ સૂરજ આથમતો નથી. તે વાત જીનના દેવે કેમ કહી નથી ? શાસ્ત્રમાં દેવલોકના વર્ણનમાં ઘણા દેવ આવે અને જાવે તેમ બતાવે છે; તે સિવાય વિદ્યાધરના વિમાનમાં ઘણા ઘણા એ છે. હવે તે જ્ઞાનીનાં વચન છે અને તેમાંય એકે જોવામાં આવતું નથી. ભગવાન નિર્વાણ પધાર્યા તેને લાંબી મુદત તો થઈ નથી. આશરે ૨૫૦૦ વરશ (વર્ષ) થયાં અને ઈમારતો પણ એટલા વરસની (વર્ષની) કોઈ જગાએ હોય છે તારે (ત્યારે) દેવ શા
૧૨૬
. હદયસખા શ્રી સૌભાગ્ય
ક
Jain Education International
For Personal Sivate Use Only
www.jainelibrary.org