________________
માટે દેખાતા નથી? આ વાતનો ખુલાસો ફક્ત જાણવાને સમજવા માટે માગે (માગ્યો) છે. તેનું કોઈ કારણ નથી એમ તો સમજીએ છીએ પણ ઘેડ બેસતી નથી. તેમ જ્ઞાની જૂઠું બોલે તેમ પણ હોય નહિ એ જ વિનંતી કામ સેવા ફરમાવશો.
લિ. સોભાગ પત્રાંક - ૯
સંવત ૧૯૪૯ના શ્રાવણ સુદી ૧૧, મંગળવાર આપનું કીરપા (કૃપા) વાલું આજ સોમવારનું લખેલ પત્ર આવ્યું તે પહોંચ્યું છે. વિચાર કરીને ઉત્તર લખશું એમ લખ્યું માટે માતેલા કાગળથી વિગત જાણી. બીજો કાંઈ વિચાર ના કરવો અને આંહી મહેરબાની કરી કૃપા કરી પધારો. સાથે મનસુખ તથા કેશવલાલને પણ લાવજો. મુંબઈમાં સમાધાની થએ (થયે) તેમને તરત મોકલી દેશું પણ હવે આવવામાં ઢીલ કરશો નહીં એ જ વિનંતી કા (કાગળ) ૧ હઠીસંગભાઈનો બીડ્યો હતો તે પહોંચાડ્યો હશે. વળી આ કાગળમાં બીડ્યો છે તે તરત પોંચાડજો (પહોંચાડજો) ડુંગર ગોસળિયા તથા લેરાભાઈના પ્રણામ વાંચશો. વરસાદની તાણ ઘણી છે.
લિ. સોભાગ. વ. પત્રાંક - ૪૬૩.
મુંબઈ, શ્રાવણ સુદ ૧૫, રવિ, ૧૯૪૯ પરમ સ્નેહી શ્રી સોભાગ,
અત્રે કુશળક્ષેમ છે. અત્રેથી હવે થોડા દિવસમાં મુક્ત થવાય તો ઠીક એમ મનમાં રહે છે. પણ ક્યાં જવું તે હજુ સુધી મનમાં આવી શક્યું નથી. આપનો તથા ગોસળિયા વગેરેનો આગ્રહ સાયલા તરફ આવવા વિષે રહે છે, તો તેમ કરવામાં દુઃખ કંઈ નથી, તથાપિ આત્માને વિષે હાલ તે વાત સૂઝતી નથી.
ઘણું કરીને આત્મામાં એમ જ રહ્યા કરે છે કે જ્યાં સુધી આ વેપાર પ્રસંગે કામકાજ કરવું રહ્યા કરે, ત્યાં સુધી ધર્મકથાદિપ્રસંગે અને ધર્મના જાણનારરૂપે કોઈ પ્રકારે પ્રગટપણામાં ન અવાય એ યથાયોગ્ય પ્રકાર છે. વેપાર પ્રસંગે રહેતા છતાં જેનો ભક્તિભાવ રહ્યા કર્યો છે, તેનો પ્રસંગ પણ એવા પ્રકારમાં કરવા યોગ્ય છે, કે જ્યાં આત્માને વિષે ઉપર જણાવેલો પ્રકાર રહ્યા કરે છે, તે પ્રકારને બાધ ન થાય.
શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org