________________
જિને કહેલાં મેરુ વગેરે વિષે તથા અંગ્રેજે કહેલ પૃથવ્યાદિ સંબંધે સમાગમ પ્રસંગમાં વાતચીત કરશો.
અમારું મન ઘણું ઉદાસ રહે છે અને પ્રતિબંધ એવા પ્રકારનો રહે છે, કે તે ઉદાસપણું સાવ ગુપ્ત જેવું કરી ન ખમી શકાય એવા વેપારાદિ પ્રસંગમાં ઉપાધિજોગ વેચવા પડે છે; જો કે વાસ્તવ્યપણે તો સમાધિપ્રત્યયી આત્મા છે.
લિ. - પ્રણામ. વ. પત્રાંક - ૪૪
મુંબઈ, શ્રાવણ વદ ૪, બુધ, ૧૯૪૯ થોડા વખત માટે મુંબઈમાં પ્રવર્તનથી અવકાશ લેવાનો વિચાર સૂઝી આવવાથી એક બે સ્થળે લખવાનું બન્યું હતું, પણ તે વિચાર તો થોડા વખત માટે કોઈ નિવૃત્તિ ક્ષેત્ર પ્રત્યે સ્થિતિ કરવાનો હતો. વવાણિયા કે કાઠિયાવાડ તરફની સ્થિતિનો નહીં હતો. હજુ તે વિચાર ચોક્કસ વ્યવસ્થામાં આવ્યો નથી. ઘણું કરી આ પક્ષમાં અને ગુજરાત તરફના કોઈ કોઈ નિવૃત્તિક્ષેત્રને વિષે વિચાર આવવા સંભવ છે. વિચાર વ્યવસ્થા પામ્યથી લખી જણાવીશ. એ જ વિનંતી.
શામ પ્રાપ્ત થાય. પત્રક - ૧૦
સંવત ૧૯૫૦ અષાઢ વદી ૬, મંગળવાર, અંજાર પૂ. સા. શ્રી પ. રેવાશંકર જગજીવન કું. ઠે. બારકોટ પાયધુની સાહેબજીને દેજો શ્રી મુંબાઈ બંદર.
આપનો કૃપા પત્ર હાલમાં નથી તો લખશો. મારે રવિવારે કે સોમવારે અહીંથી ચાલવા (નીકળવા) વિચાર હતો પણ વરસાદ દન (દિવ) ૩-૪ થયા રહેતો નથી. ઇંચ ૧૮ હાલ પાણી પડ્યું. આગળ ૧૪ પડ્યું હતું. પવનનું તોફાન પણ જોડે ખરું. માણસને ઘર પડ્યાનું નુકસાન ઘણું સંભળાય છે. ઘરે જાવું છે પણ ઉઘાડ આપે ને રસ્તો સાફ હોય તો આંહીથી ચાલવાનું થાય. ટપાલ દન ૩ થયા બંધ છે.
સંસારમાં માણસને... તેની ધારા (ધારણા) બાર (બહાર) પીડી (પીડા) આવી પડે આવો સંસારનો ખેદ તે પાર પામવા જોગ બનતાં છતાં મારાથી કાંઈ બનતું નથી. એ વિચાર થયા કરે છે... માં છું.
૧૨૮
... દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org