________________
કેશવલાલને કેજોને (કહેજો) ઉઘાડ આપે (થશે) ચાલીશ (નીકળીશ). ચિંતા કરે નહીં. અહીંથી કાગળ-૧ દન (દિવસ) ૩-૪ પેલા લખ્યો તે પોચો (પહોંચ્યો) હશે.
લિ. સોભાગના પ્રણામ વાંચજો. પત્રાંક - ૧૧
સંવત ૧૫૦ શ્રાવણ વદી ૭, ગુરુવાર સ્વસ્તાન શ્રી મુંબઈ બંદર મહા શુભસ્થાને સર્વ શુભોપમા લાયક બિરાજમાન પ્રેમ પૂજય તરણતારણ બોધસ્વરૂપ પરમ પરમાત્મા આત્મદેવ સાહેબજી શ્રી ૫. રાયચંદ્રભાઈ વિ. રવજીભાઈ.
શ્રી સાયલેથી લિ. આજ્ઞાંકિત સેવક સોભાગ્યના પ્રણામ વાંચશો. આપનો કૃપા પત્ર હાલમાં નથી તો લખશો. લીંમડીથી એક કાગળ મંગળવારે લખ્યો હતો તે પહોંચ્યો હશે. તેનો જવાબ આભે જાણીશ. હું ગઈકાલે અહીં આવ્યો છું. ખુશીમાં છું. પણ મનના ધારેલા વિચારથી જે કામ કરવું ધારીએ તેમાં કેટલાંક કામ ધાર્યા પ્રમાણે બને નહીં એટલે ખેદ આવી જાય કે આવું નિબિડ કર્મ શું ઉદય આવ્યું છે, જે સમાધિ રાખવાનો જોગ આવતો જ નથી અને હજુ કેટલાક દિવસનો ભોગવટો છે. જો આમને આમ છેવટ મરણ આવશે ત્યાં સુધી રહેશે તો જેવી આત્માને સમાધિ રહેવી જોઈએ તેવી કેમ રહેશે ? એમ પણ વિચાર થાય છે અને તે બાબત પ્રથમ પણ આપને લખેલ છે, તેનો ખુલાસો છેવટનો મળ્યો નથી. જો લખવા ઘટારત હોય તો લખશો. કેટલાક વખતે લીંમડીમાં બે વિચાર ધાર્યા પ્રમાણે આ ફેરા ઊતર્યા. એટલો જોગ કાંઈક સુધર્યો હોય તેમ જણાય છે.
(૧) એક તો દુકાનની તકરાર વિષે ઘર મેળે સમાધાન થયું.
(૨) પાંચ વર્ષ થયા ઠાકોર સાહેબની ખાનગી મુલાકાત કરી જ્ઞાન વિષે વાત કરવાનો વિચાર હતો. તે ધાર્યા પ્રમાણે એકાંત મળી અને ઇચ્છા પ્રમાણે વાતચીત થઈ છે. તે એક વૃત્તિથી સાંભળી મનમાં વિચાર કર્યો તે ઉપરથી પોતાની ખુશી મને વર્તાણી છે. આટલું કામ ધાર્યા પ્રમાણે આ ફેરે (વખતે) ઊતર્યું. તેટલો જોગ કાંઈક ઠીક થયો હોય તેમ જણાય છે. બાકી તો જેમ છે તેમ ચાલ્યું આવે છે. આપ સર્વે વાતમાં જાણો છો... સંસારમાં પૂર્વના યોગ વિના બધી તરફથી સમાધિ ક્યાંથી હોય ? ભગવત્ ઇચ્છા હશે તેમ બનશે. આપ ખુશી રાખશો. હું પણ આત્મભાવમાં ખુશી છું.
આ દુનિયામાં અનેક શાસ્ત્રો છે. અનેક મત છે, શાસ્ત્રની વાતમાં કેટલી વાત શ્રી રાજસોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org