________________
અનુભવ પ્રમાણથી સિદ્ધ થાય તેવી નથી. અનેક જાતની જુક્તિથી (યુક્તિથી) કરેલ છે. વિશ્વાસ રાખીએ તો જ્ઞાની પુરુષ જૂઠું બોલે નહીં અને તેવી બુદ્ધિ નહીં જે તેમને (તેમણે) જે અભિપ્રાયે કહ્યું હોય તે સમજી શકાય નહીં. તેથી શાસ્ત્ર ઉપર ઉદાસ ભાવ આવી આવે) એક જે થોડી વાત જ્ઞાન વિષેની પકડી મૌનપણું રાખવા ઇચ્છા રહ્યા કરે છે, ને જો તેમ વિચાર ન કરીએ તો પાર આવે તેવું નથી. હવે સત્સંગમાં રહેવા ઇચ્છા ઘણી થાય છે પણ તે જોગ મેળવવાના સાધન કરતાં છતાં હજુ સાધન ફળીભૂત થતું નથી તો અંતરાય જણાય છે. લીમડીવાળા કેશવલાલ, મગનલાલ, મનસુખલાલ, છગનલાલ વિગેરેને આપ ઉપર પ્રતિભાવ સારો છે ને સમાગમ ઇચ્છે છે. તેમજ ખંભાતનો કાગળ ગઈકાલે અંબાલાલનો આવ્યો હતો તેમાં આપનો સમાગમ હવે જલદીથી થાય તેવો ઉપાય કરવા વિષે લખે છે.
આપ કોઈ પત્ર જ્ઞાન વિષેનો વાર્તાનો મારા ઉપર વિગતથી આગળની પેઠે આવે તો તે પત્ર ઠાકોર સાહેબને વંચાવવા જેવો મને જણાય તો ખીમચંદભાઈએ કહ્યું છે કે મને બીડજો. એટલે વંચાવીશ. ઠાકોર સાહેબને બોધની પ્રાપ્તિ થાય તેવાં તેમનાં લક્ષણો છે અને જો બોધ પામે તો પરમાર્થની વિશેષ વૃદ્ધિ થાય એમ મનમાં રહેવાથી જેમ બને તેમ જલદી તેમને બોધ કરવા ઇચ્છા રાખો એમ મારા વિચારમાં રહે છે. પછી આપની મરજી. એ જ વિનંતી કાગળ ૧ કેશવલાલને બીડ્યો છે તે આપશોજી.
લિ. સોભાગ. વ. પત્રાંક - પર
મુંબઈ, ભાદ્રપદ વદ ૧૨, બુધ ૧૯૫૦ પૂજ્ય શ્રી સોભાગભાઈ, શ્રી સાયલા.
અત્રે કુશળતા છે. આપનો કાગળ ૧ આજે આવ્યો તે પહોંચ્યો છે. પ્રશ્નોના ઉત્તર હવે તરતમાં લખશું.
આપે આજના કાગળમાં સમાચાર લખ્યા છે તે વિષે રેવાશંકરભાઈ રાજકોટ છે ત્યાં લખ્યું છે, જેઓ પરભારો આપને ઉત્તર લખશે.
ગોસળિયાના દોહરા પહોંચ્યા છે. તેનો ઉત્તર લખવા જેવું વિશેષપણે નથી. એક અધ્યાત્મ દશાના અંકુરે એ દોહરા ઉત્પન્ન થયા સંભવે છે. પણ તે એકાંત સિદ્ધાંતરૂપ નથી.
શ્રી મહાવીર સ્વામીથી હાલનું જૈન શાસન પ્રવર્તે છે, તેઓ વધારે ઉપકારી ?
૧૩૦
.. દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For pe
For Personal & Private Use Only
www.jainelibrary.org