________________
કે પ્રત્યક્ષ હિતમાં પ્રેરનાર અને અહિતથી નિવારનાર એવા અધ્યાત્મમૂર્તિ સદ્ગુરુ વધારે ઉપકારી ? તે પ્રશ્ન માકુભાઈ તરફથી છે. અત્ર એટલો વિચાર રહે છે કે મહાવી૨સ્વામી સર્વજ્ઞ છે અને પ્રત્યક્ષ પુરુષ આત્મજ્ઞ-સમ્યક્દષ્ટિ છે, અર્થાત્ મહાવીરસ્વામી વિશેષ ગુણસ્થાનકે વર્તતા એવા હતા. મહાવીરસ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે, તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સદ્ગુરુની ભક્તિ કરે એ બેમાં હિતયોગ્ય વિશેષ કોણ કહેવા યોગ્ય છે ? તેનો ઉત્તર તમે બન્ને વિચારીને સવિસ્તર લખશોજી.
પ્રથમ સગપણ-સંબંધમાં સૂચના કરી હતી, એટલે સહજ રેવાશંકરભાઈને અમે લખ્યું હતું, કેમ કે તે વખતે વિશેષ લખાય તે અનવસર આર્તધ્યાન કહેવા યોગ્ય છે. આજે આપે સ્પષ્ટ લખવાથી રેવાશંકરભાઈને મેં સ્પષ્ટ લખ્યું છે. વ્યાવહારિક જંજાળમાં અમે ઉત્તર આપવા યોગ્ય નહીં હોવાથી રેવાશંકરભાઈને આ પ્રસંગનું લખ્યું છે. જેઓ વળતી ટપાલે આપને ઉત્તર લખશે. એ જ વિનંતી. ગોસળિયાને પ્રણામ.
લિ. આ. સ્વ. પ્રણામ
પત્રાંક - ૧૨
સંવત ૧૯૫૦ શ્રાવણ વદી ૧૦, રવિવાર
પ્રેમ પૂજ્ય તરણતારણ બોધસ્વરૂપ પરમાત્મા દેવ સાહેબજી શ્રી રાજ્યચંદ્રભાઈ વિ. ૨વજીભાઈ સેવામાં,
શ્રી સાયલેથી લી. આગનાકીંત (આજ્ઞાંકિત) સેવક સોભાગ લલ્લુભાઈના નમસ્કાર વાંચશો.
આપનું કીરપાપતું (કૃપાપત્ર) આજે આવ્યું તે પોચું છે (પહોંચ્યું છે) વીગત (વિગત) લખવાનો હાલ ઉદય નથી જણાતો. લખું (લખ્યું) તે જાણું (જાણ્યું) પ્રથમનો કાગળ આંહી આવેલ તે પોચ્યો (પહોંચ્યો) છે. હવે વિગતથી કાગળ આવે તે વાંચવા ઇચ્છા રહ્યા કરે છે. બીજું આપને શું લખવું.
સમયસાર નાટકની ચોપડીમાં બીજગનાન (બીજજ્ઞાન)ને વિષેનો કોઈ સવૈયા કે છંદમાં ભાવાર્થ હશે કે કેમ ? ને જો છે તો કયા સવૈયા છંદમાં છે તે આપ લખી જણાવશો.
ડુંગર ગોસળિયા આજ નોલી ગૈઆ (ગયા) છે તે દન (દિવસ) ૧-૨માં આવશે. તેના મનમાં આપની તરફથી કેટલી વાતનો મનમાં ખેદ વેદા (વેદાયા) કરે છે. તે
શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
Jain Education International
For Personal Private Use Only
૧૩૧
www.jainelibrary.org