________________
કે (કહે) છે કે આવા પ્રતાપી પુરુષ અને તેનો જગતને કાંઈ પ્રભાવ જોવામાં આવે નહીં, એ એક આશ્ચર્ય જેવું છે. તેમ ઘણી વખત તે વાતું કર્યા કરે છે. અને જવાબ દેવો ઘટે તેમ હું આપું છું. ત્યારે તે પૂર્વના જ્ઞાની પુરુષ પ્રભાવી થઈ ગયા તેની વાતું (વાત) કાઢી બેસે છે. તો હવે તેને ઉત્તર મારે શું દેવો તે આપ લખશો. હાલમાં ભાદરવા સુદ ૫ સુધી તો જાણમાં આંહી રહેવાનું ઠરશે ખરું એ જ વિનંતી. હમણાં હાલ સાલમાં કાગળ લખીએ છીએ. ને જવાબ મંગાવીએ છીએ તેનો ઉત્તર પણ અંતરાયને જોગે મળતો નથી. એવા શક્ત (સખત) કરમનો (કર્મનો) ઉદે (ઉદય) હોય એમ જણાય છે.
લિ. સોભાગના નમસ્કાર વાંચશો. વ. પત્રાંક - પ૨૦
મુંબઈ, શ્રાવણ વદ ૦)), ગુરુ, ૧૯૫૦ શ્રી સાયલા ગ્રામ સ્થિત, પરમ સ્નેહી શ્રી સોભાગને,
શ્રી મોહમયી ક્ષેત્રથી - ના ભક્તિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ વિનંતી કે તમારો લખેલ કાગળ પહોંચ્યો છે. તેનો ઉત્તર નીચેથી વિચારશો.
જ્ઞાનવાર્તાના પ્રસંગમાં ઉપકારી એવા કેટલાક પ્રશ્નો તમને થાય છે, તે તમે અમને લખી જણાવો છો, અને તેના સમાધાનની તમારી ઇચ્છા વિશેષ રહે છે, તેથી કોઈ પણ પ્રકારે જો તમને તે પ્રશ્નોનાં સમાધાન લખાય તો સારું, એમ ચિત્તમાં રહ્યા કરતાં છતાં ઉદયયોગથી તેમ બનતું નથી. પત્ર લખવામાં ચિત્તની સ્થિરતા ઘણી જ ઓછી રહે છે. અથવા ચિત્ત તે કાર્યમાં અલ્પ માત્ર છાયા જેવો પ્રવેશ કરી શકે છે. જેથી તમને વિશેષ વિગતથી પત્ર લખવાનું થઈ આવતું નથી. એક એક કાગળ લખતાં દશદશ, પાંચ પાંચ વખત બબ્બે-ચચ્ચાર લીટી લખી તે કાગળ અધૂરા મૂકવાનું ચિત્તની સ્થિતિને લીધે બને છે. ક્રિયાને વિષે રુચિ નહીં, તેમ પ્રારબ્ધબળ પણ તે ક્રિયામાં હાલ વિશેષ ઉદયમાન નહીં હોવાથી તમને તેમ જ બીજા મુમુક્ષુઓને વિશેષપણે કંઈ જ્ઞાનચર્ચા લખી શકાતી નથી. ચિત્તમાં એ વિષે ખેદ રહે છે, તથાપિ તેને હાલ તો ઉપશમ કરવાનું જ ચિત્ત રહે છે. એવી જ કોઈ આત્મદશાની સ્થિતિ હાલ વર્તે છે. ઘણું કરીને જાણીને કરવામાં આવતું નથી, અર્થાત્ પ્રમાદાદિ દોષે કરી તે ક્રિયા નથી બનતી એમ જણાતું નથી.
જે મુખરસ સંબંધી જ્ઞાન વિષે “સમયસાર' ગ્રંથના કવિતાદિનાં તમે અર્થ ધારો ૧૩૨
હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal Hivate Use Only
www.jainelibrary.org