________________
વ. પત્રાંક ૩૯૬
મુંબઈ, શ્રાવણ વદ, ૧૯૪૮
અન-અવકાશ એવું આત્મસ્વરૂપ વર્તે છે; જેમાં પ્રારબ્ધોદય સિવાય બીજો કોઈ અવકાશજોગ નથી.
તે ઉદયમાં ક્વચિત્ પરમાર્થભાષા કહેવારૂપ જોગ ઉદય આવે છે, ક્વચિત્ પરમાર્થ ભાષા લખવારૂપ જોગ ઉદય આવે છે, ક્વચિત્ પરમાર્થભાષા સમજાવવારૂપ જોગ આવે છે. વિશેષપણે વૈશ્વદશારૂપ જોગ હાલ તો ઉદયમાં વર્તે છે; અને જે કંઈ ઉદયમાં નથી આવતું તે કરી શકવાનું હાલ તો અસમર્થપણું છે.
ઉદયાધીન માત્ર જીવિતવ્ય કરવાથી, થવાથી, વિષમપણું મટ્યું છે. તમ પ્રત્યે, પોતા પ્રત્યે, અન્ય પ્રત્યે કોઈ જાતનો વિભાવિક ભાવ પ્રાયે ઉદય પ્રાપ્ત થતો નથી; અને એ જ કારણથી પત્રાદિ કાર્ય કરવારૂપ પરમાર્થભાષા જોગે અવકાશ પ્રાપ્ત નથી એમ લખ્યું છે, તે તેમ જ છે.
પૂર્વોપાર્જિત એવો જે સ્વાભાવિક ઉદય તે પ્રમાણે દેહસ્થિતિ છે; આત્માપણે તેનો અવકાશ અત્યંતભાવરૂપ છે.
તે પુરુષના સ્વરૂપને જાણીને તેની ભક્તિના સત્સંગનું મોટું ફળ છે, જે ચિત્રપટના માત્ર જોગે, ધ્યાને નથી.
જે તે પુરુષના સ્વરૂપને જાણે છે, તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મસ્વરૂપ પ્રગટે છે. એ પ્રગટ થવાનું કારણ તે પુરુષ જાણી સર્વ પ્રકારની સંસાર કામના પરિત્યાગી-અસંસાર-પરિત્યાગરૂપ કરી-શુદ્ધ ભક્તિએ તે પુરુષસ્વરૂપ વિચારવા યોગ્ય છે. ચિત્રપટની પ્રતિમાના દયદર્શનથી ઉપર કહ્યું તે “આત્મસ્વરૂપનું પ્રગટપણું” મહાન ફળ છે, એ વાક્ય નિર્વિસંવાદી જાણી લખ્યું છે.
મન મહિલાનું વહાલા ઉપરે, બીજાં કામ કરત', એ પદના વિસ્તારવાળા અર્થને આત્મપરિણામરૂપ કરી, તે પ્રેમભક્તિ સપુરુષને વિષે અત્યંતપણે કરવી યોગ્ય છે, એમ સર્વ તીર્થકરોએ કહ્યું છે, વર્તમાને કહે છે અને ભવિષ્ય પણ એમ જ કહેવાના છે.
તે પુરુષથી પ્રાપ્ત થયેલી એવી તેની આત્મપદ્ધતિસૂચક ભાષા તેમાં અક્ષેપક થયું છે વિચારજ્ઞાન જેનું એવો પુરુષ, તે આત્મકલ્યાણનો અર્થ તે પુરુષ જાણી, તે શ્રુત શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૧૧
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org