________________
(શ્રવણ) ધર્મમાં મન (આત્મા) ધારણ (તે રૂપ પરિણામ) કરે છે. તે પરિણામ કેવું કરવા યોગ્ય છે ? તે દષ્ટાંત ‘મન મહિલાનું રે, વહાલા ઉપરે, બીજાં કામ કરત', આપી સમર્થ કર્યું છે.
ઘટે છે તો એમ કે પુરુષ પ્રત્યે સ્ત્રીનો જે કામ્ય પ્રેમ તે સંસારના બીજા ભાવોની અપેક્ષાએ શિરોમણિ છે, તથાપિ તે પ્રેમથી અનંત ગુણ વિશિષ્ટ એવો પ્રેમ, સત્પુરુષ પ્રત્યેથી પ્રાપ્ત થયો જે આત્મારૂપ શ્રુતધર્મ તેને વિષે યોગ્ય છે; પરંતુ તે પ્રેમનું સ્વરૂપ જ્યાં અદૃષ્ટાંતપણાને પામે છે, ત્યાં બોધનો અવકાશ નથી, એમ જાણી પરિસીમાભૂત એવું તે શ્રુતધર્મને અર્થે ભરતાર પ્રત્યેના સ્ત્રીના કામ્યપ્રેમનું દૃષ્ટાંત કહ્યું છે. સિદ્ધાંત ત્યાં પરિસીમાને પામતો નથી, આગળ વાણી પછીના પરિણામને પામે છે અને આત્મવ્યક્તિએ જણાય છે, એમ છે.
પત્રાંક -ર
સંવત ૧૯૪૮, આસો વદી-૬, મંગળ પૂજ્ય તરણ તારણ પરમાત્મા દેવશ્રી રાજ્યચંદ્રભાઈ વી. ૨વજીભાઈની સેવામાં, મોરબીથી લિ. સેવક સોભાગના પરણામ (પ્રણામ) વાંચશો. આપનો પત્ર હાલમાં નથી તે લખવા કીરપા (કૃપા) કરશો. મારે ચિત્ (ખરેખર) તાં (ત્યાં) આવવા વિચાર છે પણ હજુ કોરટના (કોર્ટના) કામનો ખુલાસો થયો નથી. જો દન (દિવસ) ૨-૪માં થઈ જાય તો વદ ૧૧-૧૩નો ચાલ્યો (ચાલી) ત્યાં આવું. હવે જેમ પરમાત્માની ઇચ્છા હશે તેમ બનશે. નરસી (નરસિંહ) મહેતે એક ભજનમાં કહ્યું (કહેલું) સાંભળવામાં આવે છે તેમ આ જગતને વિષે જોવામાં ઘણો ભાગ (ખરેખર જોવામાં શબ્દ અહીં આવે) આવે છે. તે બાબત ભગવતને કાંઈ વિચાર થતો હશે કે નઈ (નહીં) એ પણ એક આશ્ચર્યકારક છે.
“ભગત ભૂખે મરે જગત હાંસી કરે, લોક મોજ માણે” એમ આખું ભજન સાંભળ્યામાં આગળ આવ્યું હતું તો એવા ભગતી (ભક્તિ)વાન પુરુષને આવો ઓલીભો (ઠપકો) દેવા શું જરૂર હશે અને ભગત દુઃખી થાય તેની ખોટ ઘણી છે એ પણ તે વિચાર નૈ (નહીં) કરતા હોય તેનું કારણ શું ? સહજ ઇયાદ (યાદ) આવ્યાથી લખ્યું છે.
વવાણિયેથી લવજી મેતો ગઈકાલે અહીં આવ્યા હતા. રાત રહીને આજ પાછા ગયા છે. પાછા દન (દિવસ) ૮ વોરા (સુધીમાં) આવવા કહેતા હતા. હાલ જોગ (યોગ) વશિષ્ટ ગ્રંથ સાહેબજીએ વાંચવા મોકલ્યો છે તે વાંચું છું એમ કહેતા હતા. જીવ તો સારો જણાય છે.
૧૧૨
Jain Education International
*
For Personal & Private Use Only
હૃદયસખા શ્રી સૌભાગ્ય
www.jainelibrary.org