________________
લીંબડીવાળા મનસુખભાઈ દેવશીએ હું લીંબડી ગયેલ ત્યારે ભલામણ કરેલ છે સાહેબજીની એક બે છબીયું (ચિત્રપટ) મને જલદી મળે તો ઠીક અને સાહેબજી ખંભાતવાળાને હુકમ કરે તો ખંભાતવાળા મોકલે. તેમના હુકમ વિના મોકલે નહીં. હવે આપ ખંભાતવાળાને લખો તો સારું. ઘણા દિવસે મને સાંભર્યું તે આજ લખ્યું છે. તેમ થાય તો સારું. કામ સેવા ફરમાવશો. હઠીસંગભાઈ અને માનચંદ મુંબાઈ (મુંબઈ) છે. ગઈકાલે કાગળ આવ્યો છે.
લિ. સેવક સોભાગ પત્રાંક - ૩
સંવત ૧૯૪૮, આસો વદ ૬ ? પૂ. મહાપુરુષ બોધસ્વરૂપ પરમાત્મા દેવ તરણતારણ જોગેશ્વર સાહેબશ્રી રાજ્યચંદ્રભાઈ વિ. રવજીભાઈની ચિ. હજો.
શ્રી મોરબીથી લિ. આપનો આજ્ઞાંકિત સેવક સોભાગ લલ્લુભાઈના પ્રણામ વાંચશો.
આપનો પત્ર હાલમાં નથી તો કૃપા કરી લખશો.
લીંમડીનો કાગળ દન (દિવસ) ૨ પહેલાં આવ્યો હતો. મને તથા નિયાલચંદભાઈને લખે છે કે :- સાધુજીના માણસ ૩૫ ભેગા થયા છે અને બીજા ગામોથી શ્રાવકને તેડાવ્યા છે તે આવશે માટે તમો જણ ૨ આ કાગળ વાંચી તરત આવજો. ઢીલ કરશો નહીં તેમ ફરી લખવું પડે તેમ કરશો નહિ એમ ખચિતે ચોક્કસખરેખર) લખ્યું છે તો રાજકોટમાં નિયાલચંદભાઈનો બનેવી બેચર પારી દન (દિવસ) ૪-૫ થયા ગુજરી ગયાના કારણથી નિયાલચંદભાઈ જઈ શકે તેમ નથી તેમ મેં પણ કામના પ્રસંગ બતાવી ના લખી છે પણ આ કાગળ વિગતથી મેં લખેલ છે. તેની પહોંચ હજુ આવી નથી. વળી સાધુજી સર્વેની સાથે રાસની (સંબંધ) છે એટલે તે લોક પાછાં મને તેડાવાનું લખાવશે અને જો તેવો (કાગળ) ખચિત આવશે તો જઈશ. પણ આત્મા અરથ (અર્થે) થાય એવો ઠરાવ કરે એમ ભરૂસો (ભરોસો) નથી. તેમની મરજી પ્રમાણે રૂચતો ઠરાવ કરશે તો પણ ભલે. ક્લેશ ઉત્પન્ન ન થાય એમ કરે તો પણ ભલે. હું એમ ધારું છું. શ્રાવક તમામ સત્સંગ વિના અને સ્વારથને (સ્વાર્થને) લીધે આવ્યાતા. શું ઉપાય જાણવા લખું છું.
લિ. સોભાગ
શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org