________________
ચી. છગનલાલને બોલાવજો. વૈદરાજ પ્રાણજીવનદાસ અંબાવીદાસે આપને ઘણે માનથી પ્રણામ કહ્યા છે તો આપ માન્ય કરશો. કૃપા છે.
દ. છોરૂ મણિનું પગેલાગણે વાંચશોજી. વ. પત્રાંક-૪૩૩
મુંબઈ, ફાગણ સુદ ૧૪, ૧૯૪૯ શ્રી કૃષ્ણાદિના સમ્યકૃત્વ સંબંધી પ્રશ્નનું આપનું પત્ર પહોંચ્યું છે. તથા તેના આગલા દિવસનાં અત્રેનાં પત્તાંથી આપનો ખુલાસો પ્રાપ્ત થયો તે વિષેનું આપનું પતું પહોંચ્યું છે. બરાબર અવલોકનથી તે પત્તાં દ્વારા શ્રી કૃષ્ણાદિનાં પ્રશ્નોનો આપને સ્પષ્ટ ખુલાસો થશે એમ સંભવે છે.
જેને વિષે પરમાર્થ ધર્મની પ્રાપ્તિનાં કારણો પ્રાપ્ત થવાં અત્યંત દુષમ થાય તે કાળને તીર્થંકરદેવે દુષમ કહ્યો છે, અને આ કાળને વિષે તે વાત સ્પષ્ટ દેખાય છે. સુગમમાં સુગમ એવો કલ્યાણનો ઉપાય તે, જીવને પ્રાપ્ત થવો આ કાળને વિષે અત્યંત દુષ્કર છે. મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ, સત્સંગ આદિ સાધનો આ કાળને વિષે પરમ દુર્લભ જાણી પૂર્વના પુરુષોએ આ કાળને હુંડાઅવસર્પિણી કાળ કહ્યો છે; અને તે વાત પણ સ્પષ્ટ છે. પ્રથમનાં ત્રણ સાધનોનો સંયોગ તો ક્વચિત્ પણ પ્રાપ્ત થવો બીજા અમુક કાળમાં સુગમ હતો; પરંતુ સત્સંગ તો સર્વ કાળમાં દુર્લભ જ દેખાય છે; તો પછી આ કાળને વિષે સત્સંગ સુલભ ક્યાંથી હોય ? પ્રથમનાં ત્રણ સાધન કોઈ રીતે આ કાળમાં જીવ પામે તો પણ ધન્ય છે.
કાળ સંબંધી તીર્થકરવાણી સત્ય કરવાને અર્થે “આવો ઉદય અમને વર્તે છે, અને તે સમાધિરૂપે વેદવા યોગ્ય છે.
આત્મસ્વરૂપ. વ. પત્રાંક-૪૩૪
મુંબઈ, ફાગણ વદ ૯, શનિ ૧૯૪૯
ભક્તિપૂર્વક પ્રણામ પહોંચે અત્ર ઉપાધિજોગ છે. ઘણું કરી આવતી કાલે કંઈ લખાશે તો લખીશું એ જ વિનંતી.
અત્યંત ભક્તિ.
૧૧૪
... દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org