________________
પત્રાંક-૪
૧૯૪૯ ફાગણ વદ ૧૧ પરમ પૂજય પરમાત્મા દેવ બોધસ્વરૂપ તરણતારણ સાહેબજી શ્રી રાજ્યચંદ્ર વિ. રવજીભાઈની ચિરંજીવી ઘણી હજો.
શ્રી મોરબીથી લિ આપનો સેવક આજ્ઞાંકિત સોભાગના પ્રણામ વાંચજો .
આપનું કૃપા પત્ત (પત્ર) ગઈકાલે આવ્યું તે પહોંચ્યું છે. જેમાં લખ્યું છે કે ધારશીભાઈની ચિઠ્ઠીનો ઉત્તર અને બીજું કાંઈ લખવાનું ઘણું કરી બનશે તો આવતીકાલે લખીશ તો પત્ર આજ આવ્યાથી તેના સમાચાર પહોંચ વગેરે નીચે લખીશ. આપ તરફથી પત્ર લખવામાં વખતે ઝાઝા દિવસનો આંતરો પડે છે ત્યારે મન આકુળવ્યાકુળ વધારે થાય છે તો ખુશી ખબર જ લખી સંતોષ પમાડશો એ મારી વિનંતી છે.
આત્મા સર્વ જીવ સરખા છે. મોટો-નાનો નથી. દેહથી ઓળખાય છે કે આ સોભાગ. હવે સોભાગના દેહનો ત્યાગ કરી આત્મા ચાલ્યો ગયો ત્યારે બીજો દેહ તે જીવે ધર્યો અને જ્ઞાનીપુરુષ જાણી શકે છે એવું કહેવાય છે તો જીવ બધાય સરખા છે એમાં લક્ષણ કીયું (કયું) એમ જોઈ કેતાં (કહેતાં) હશે કે આ જીવ ફલાણાનો, આનો કંઈ ખુલાસો લખવા જોગ હોય તો લખશો. - ઉપયોગ ધરમ (ધર્મ) કહ્યો છે અને બે પ્રકારના ઉપયોગ કહે છે. એક શુદ્ધ અને એક અશુદ્ધ હવે એ કેમ સમજવું ? વળી વિચાર કરતાં જેમાં વરતી (વૃત્તિ) રાખીએ તે તો પરિણામ કહેવાય ત્યારે ઉપયોગ એ કેમ હોય ? તેનું નામ ઉપયોગ કહેવાય ? પરિણામને તો ઉપયોગ કહેવાતો હશે નહીં હવે આ ખુલાસો આપશો.
લીંમડી (લીંબડી) સાધુજી ૩૫ આરજાજી (સાધ્વીજી) ૭ અને માંડવી, અંજાર, મુનરા (મુન્દ્રા), જેતપુર, ધોરાજી વગેરે શ્રાવકનું માણસ ૪૦-૫૦ ભેગું થયું છે. હવે શું કર્યું તેના સમાચાર હજી મળ્યા નથી. મળ્યાથી લખી જણાવીશ. આગળ આપના કેવામાં (કહેવામાં) મોરબી દરબાર બુદ્ધિવાન અને સમજુ છે. જો તેને સત્સંગનો જોગ બને તો સમજે ખરો. એમ મારા સાંભળવામાં આવ્યું હતું અને મને પણ એમ લાગે છે. હાલની રીત જોતાં તો પરદેશી રાજાના પેલા (ક્રિયામણ) કરી માણસ હતા તેમ છે. પણ પોતાની અકલેથી (અક્કલથી) વિપરીત નથી. આંહીના વૈવટદાર (વહીવટદાર) વગેરે કારભારી નોકરીઆત તમામને પાંચ રૂપિયા ખાવાની દાનતથી વસ્તીને હેરાનગતિ પુરી હતી (ઘણી જ હતી) તે ઉપરથી લોકો નનામી અરજીયું ધણી શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org