________________
આગળ આપતાં પણ પોતાનો શક (રૂઆબ) ઘણો તેથી મનમાં એમ રેતું (રહેતું) કે કોઈ મારા રાજ્યમાં ખાઈ શકે નહિ. ફોકટ લોકો અદાવતથી લખે છે. એમ ધારી તપાસ કરતા નહીં. તેમાં હમણાં આશરે દશ (દિવસ) ૧૫-૨૦ થયા શક પડવાથી તપાસ કરવા માંડી છે તો ઘણો ભાગ રૂશવત (લાંચ) વગેરે ખાધું તે સાબેત (સાબિત) થયું છે અને ખાનારે પોતાને મોઢે કબૂલ કર્યું છે. હજુ તપાસ ચાલે છે. રૂ. ૧ થી ૧ી (દોઢ) લાખનો આશરે ગોટો નીકળે તેમ છે. હવે તેનું શું કરશે એ તો કરે તે ખરું પણ નોકરીઆતની જોડે સાહુકારના ચોપડા પણ જોવાણા તો તે પણ માને છે અને જે નથી માનતા તેની આબરુ ઉપર જાય છે. એટલે માન્યા વિના છૂટકો નહીં. આમ બનું (બનેલી છે. વળી સાંભળવામાં એમ છે કે જેણે રૂપિયા ખાધા છે તેની પાસેથી લઈ વસ્તીને એટલે ખવરાવનાર આસામીને પાછા દઈ દેવા. એવો વિચાર ઠાકોર સાહેબનો છે એમ ગામ વાતું કરે છે તે તો બને તે ખરું. આ ઉપરથી મારા વિચારમાં એમ છે કે રાજા સમજું છે. થોડા વરસમાં સાંસારિક કામ પોતાની કીરતી (કીર્તિ) વધે તેવાં ઘણાં કર્યા તેમાં એક આ અધૂરું હતું તો તે મટાડી હવે તેની યાતી સુધીમાં રૂશવત કોઈ ખાવા ધારશે તો ઘણો વિચાર કરી ખાશે. તો એ પણ દેખાતું થયું છે. હવે ધરમ (ધર્મ) વિષે જો આત્મા જોડે તો તે જોડી શકે અને જે લોક ગુનામાં (ગુન્હામાં) આવ્યા છે તેને હવે... તો પરમારથનું (પરમાર્થનું) કામ છે તે ઉપરથી અરજી લખી આપવા વિચાર થાય છે તો કેવા પ્રકારની મતલબ લખી આપી હોય તો તેને પરશન (પસંદ) પડે. વળી સરવનું સર્વેનું) ભલું થાય.
વ. પત્રાંક-૪૩૬
મુંબઈ, ચૈત્ર સુદ ૧, ૧૯૪૯
“સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ;
વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.' જે તીર્થંકરદેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વકતવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ.
પૂર્વે ઘણાં શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં સપુરુષને વિષે જેનાં વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થકરનાં વચનને નમસ્કાર કરીએ છીએ.
૧૧૬
દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org