________________
ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે, યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કર્યે છતે, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેનો ઉદ્દેશ છે, તે તીર્થંકરના ઉદ્દેશવચનને નમસ્કાર કરીએ છીએ.
(અપૂર્ણ)
વ. પત્રાંક-૪૩
આ જગતને વિષે જેને વિષે વિચાર શક્તિ વાચાસહિત વર્તે છે, એવા મનુષ્ય પ્રાણી કલ્યાણનો વિચાર કરવાને સર્વથી અધિક યોગ્ય છે; તથાપિ પ્રાયે જીવને અનંતવાર મનુષ્યપણું મળ્યા છતાં તે કલ્યાણસિદ્ધ થયું નથી, જેથી વર્તમાન સુધી જન્મમરણનો માર્ગ આરાધવો પડ્યો છે. અનાદિ એવા આ લોકને વિષે જીવની અનંતકોટી સંખ્યા છે; સમયે સમયે અનંત પ્રકારની જન્મમરણાદિ સ્થિતિ તે જીવોને વિષે વર્ત્યા કરે છે; એવો અનંતકાળ પૂર્વે વ્યતીત થયો છે. અનંતકોટી જીવના પ્રમાણમાં આત્મકલ્યાણ જેણે આરાધ્યું છે, કે જેને પ્રાપ્ત થયું છે, એવા જીવ અત્યંત થોડા થયા છે, વર્તમાને તેમ છે, અને હવે પછીના કાળમાં પણ તેવી જ સ્થિતિ સંભવે છે, તેમ જ છે. અર્થાત્ કલ્યાણની પ્રાપ્તિ જીવને ત્રણે કાળને વિષે અત્યંત દુર્લભ છે, એવો જે શ્રી તીર્થંકરદેવાદિ જ્ઞાનીનો ઉપદેશ તે સત્ય છે. એવી જીવસમુદાયની જે ભ્રાંતિ તે અનાદિ સંયોગે છે, એમ ઘટે છે, એમ જ છે; તે ભ્રાંતિ જે કારણથી વર્તે છે, તે કારણના મુખ્ય બે પ્રકાર જણાય છે; એક પારમાર્થિક અને એક વ્યાવહારિક; અને તે બે પ્રકારનો એકત્ર અભિપ્રાય જે છે તે એ છે કે, આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી; એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી; સત્પુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી; તેવા તેવા જોગે સમર્થ અંતરાયથી જીવને તે પ્રતિબંધ રહ્યો છે; અને તેનું સૌથી મોટું કારણ અસત્સંગની વાસનાએ જન્મ પામ્યું એવું નિજેચ્છાપણું, અને અસહ્દર્શનને વિષે સહ્દર્શનરૂપ ભ્રાંતિ તે છે. ‘આત્મા નામનો કોઈ પદાર્થ નથી,’ એવો એક અભિપ્રાય ધરાવે છે; ‘આત્મા નામનો પદાર્થ સાંયોગિક છે,’ એવો અભિપ્રાય કોઈ બીજા દર્શનનો સમુદાય સ્વીકારે છે; ‘આત્મા દેહસ્થિતિરૂપ છે, દેહની સ્થિતિ પછી નથી,' એવો અભિપ્રાય કોઈ બીજા દર્શનનો છે. ‘આત્મા અણુ છે,’ ‘આત્મા સર્વવ્યાપક છે’, ‘આત્મા શૂન્ય છે’, ‘આત્મા સાકાર છે’, ‘આત્મા પ્રકાશરૂપ છે’, ‘આત્મા સ્વતંત્ર નથી,’ ‘આત્મા કર્તા નથી’, ‘આત્મા કર્તા છે, ભોક્તા નથી', ‘આત્મા કર્તા નથી ભોક્તા છે’, ‘આત્મા કર્તા નથી ભોક્તા નથી’, ‘આત્મા
શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
Jain Education International
For Personal & Private Use Only
૧૧૭
www.jainelibrary.org