________________
તમને લખી સંતોષ માનીએ છીએ. (પત્રાંક-૩૬૮, પાના નં.-૩૨૮-૨૯) - તમારા સત્સંગને વિષે અત્યંત રુચિ રહે છે, તથાપિ તે પ્રસંગ થવા હાલ તો નિર્બળ’ થઈ શ્રી “હરિને હાથ સોંપીએ છીએ. (પત્રાંક-૩૭૯, પાના નં.-૩૩૪)
સ્વસ્તિ શ્રી સાયલા ગ્રામ શુભસ્થાને સ્થિત, પરમાર્થના અખંડ નિશ્ચયી, નિષ્કામ સ્વરૂપ....ના વારંવાર સ્મરણરૂપ, મુમુક્ષુ પુરુષોએ અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય, પરમ સરળ અને શાંતમૂર્તિ એવા શ્રી “સુભાગ્ય', તેમના પ્રત્યે. (પત્રાંક-૩૯૮, પાના નં.-૩૪૫)
સ્વસ્તિ શ્રી સાયલા શુભસ્થાને સ્થિત મુમુક્ષુ જનને પરમ હિતસ્વી, સર્વ જીવ પ્રત્યે પરમાર્થ કરુણાદષ્ટિ છે જેની, એવા નિષ્કામ, ભક્તિમાન શ્રી સુભાગ્ય પ્રત્યે. શ્રી “મોહમયી” સ્થાનેથી....ના નિષ્કામ વિનયપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. (પત્રાંક૪૦૨, પાના નં.-૩પ૦)
એક આત્મવાર્તામાં જ અવિચ્છિન્ન કાળ વર્તે એવા તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ. અત્યંત વિનયપણે અમારો ચરણ પ્રત્યયી નમસ્કાર સ્વીકારજો. એ જ વિનંતી. (પત્રાંક-૪૫૩, પાના નં.-૩૮૭)
આપને પ્રતાપે અત્રે કુશળતા છે. આ તરફ દંગો ઉત્પન્ન થવા વિષેની વાત સાચી છે. હરિ-ઇચ્છાથી અને આપની કૃપાથી અત્રે કુશળક્ષેમ છે. (પત્રાંક-૪૬૧, પાના નં.-૩૭૯)
શ્રી અંબાલાલ પ્રત્યે સુધારસ સંબંધી વાતચીત કરવાનો અવસર તમને પ્રાપ્ત થાય તો કરશો. (પત્રાંક-પ૯૨, પાના નં.-૪૬૨)
વળી આપના ચિત્તમાં જતી વખતે સમાગમની વિશેષ ઇચ્છા રહે છે તો તે ઇચ્છાની ઉપેક્ષા કરવાને મારી યોગ્યતા નથી. આવા કોઈ પ્રકારમાં તમારા પ્રત્યે આશાતના થવા જેવું થાય, એવી બીક રહે છે. (પત્રાંક-૬૨૩, પાના નં.-૪૭૮).
એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. (૨૦) પાંચે ઉત્તરથી થયું, સમાધાન સવંગ; સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. (૯૬) શ્રી સુભાગ્યને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ; તથા ભવ્યતિત કારણે, કહ્યો બોધ સુખસાજ. ( )
(પત્રાંક-૭૧૮, “આત્મસિદ્ધિ શાસ્ત્ર)
૧૦૪
... દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Pe
Sole Use Only
www.jainelibrary.org