________________
જિજ્ઞાસુ પુરુષો પોતાની ગમે તેવી હઠ પણ મૂકી દે છે.
આ મોટા વિવાદ આ કાળમાં જો પડ્યા ન હોત તો ધર્મ પામવાનું લોકોને બહુ સુલભ થાત.
ટૂંકામાં પાંચ પ્રકારનાં પ્રમાણથી તે વાત હું સિદ્ધ કરું છું.
૧. આગમપ્રમાણ. ૨. ઇતિહાસપ્રમાણ. ૩. પરંપરા પ્રમાણ. ૪. અનુભવ પ્રમાણ. ૫. પ્રમાણપ્રમાણ.
૧. આગમપ્રમાણ આગમ કોને કહેવાય એ પ્રથમ વ્યાખ્યા થવાની જરૂર છે. જેનો પ્રતિપાદક મૂળ પુરુષ આપ્ત હોય તે વચનો જેમાં રહ્યાં છે તે આગમ છે.
વીતરાગ દેવના બોધેલા અર્થની યોજના ગણધરોએ કરી ટૂંકામાં મુખ્ય વચનોને લીધાં, તે આગમ, સૂત્ર એ નામથી ઓળખાય છે. સિદ્ધાંત, શાસ્ત્ર એ બીજાં તેનાં નામ છે.
તીર્થકર દેવે બોધેલાં પુસ્તકોની યોજના દ્વાદશાંગીરૂપે ગણધરદેવે કરી, તે બાર અંગનાં નામ કહી જઉં છું. આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મકથાગ, ઉપાસકદશાંગ, અંતકૃતદશાંગ, અનુત્તરપપાતિક, પ્રશ્નવ્યાકરણ, વિપાક અને દૃષ્ટિવાદ
૧. કોઈ પણ વીતરાગની આજ્ઞાનું પાલન થાય તેમ પ્રવર્તવું એ મુખ્ય માન્યતા છે.
૨. પ્રથમ પ્રતિમા નહીં માનતો અને હવે માનું છું, તેમાં કંઈ પક્ષપાતી કારણ નથી; પણ મને તેની સિદ્ધિ જણાઈ તેથી માન્ય રાખું છું; અને સિદ્ધિ છતાં નહીં માનવાથી પ્રથમની માન્યતાની પણ સિદ્ધિ નથી, અને તેમ થવાથી આરાધકતા નથી.
૩. મને આ મત કે તે મતની માન્યતા નથી, પણ રાગદ્વેષરહિત થવાની પરમાકાંક્ષા છે; અને તે માટે જે જે સાધન હોય, તે તે ઇચ્છવાં, કરવાં એમ માન્યતા છે; અને એ માટે મહાવીરનાં વચન પર મને પૂર્ણ વિશ્વાસ છે.
૪. અત્યારે એટલી પ્રસ્તાવના માત્ર કરી પ્રતિમા સંબંધી અનેક પ્રકારથી દર્શાવેલી મને જે સિદ્ધિ તે હવે કહું છું. તે સિદ્ધિને મનન કરતાં પહેલાં વાંચનારે
પ.કૃ.દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના પ્રતિમા પૂજન સંબંધી વિચારો
૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org