________________
એ દ્વારા એ બન્ને મહાન લોકોત્તર આત્માઓના અંતરંગની આપણને ઝાંખી થાય છે.
પૂ. શ્રી સૌભાગ્યભાઈના દેહોત્સર્ગના શતાબ્દી વર્ષમાં તેમના ગુણો ગાઈએસ્તવીએયાદ કરીએ અને તેમનો ઉપકાર માનીએ, પણ સાથે સાથે એમણે જે સમર્પણ ભક્તિ-સરળતા આદિ ગુણો અને એવો લક્ષ કરી આત્માને પ્રાપ્ત કરવાનો ઉદ્યમ કર્યો તેવો આપણે પણ યત્કિંચિત્ કરીએ - જરૂર કરીએ.
ડો. રમણભાઈ ચીમનલાલ શાહ - મુંબઈ આ સભામાં પરમકૃપાળુદેવ અને પૂ. શ્રી સૌભાગ્યભાઈ એ બન્ને મહાન આત્માઓની અંતરંગ પરિણતિ કેવી હતી અને બન્નેએ એકબીજાના સમાગમમાં રહી એ બન્નેનો આત્મોકર્ષ કેવી રીતે થતો ગયો એની ઘણી સારી રીતે ઝાંખી કરાવવાનો પ્રયત્ન થયો છે. એક શ્રી સૌભાગ્યભાઈ સાયલામાં હતા. એમને પરમકૃપાળુદેવ મળ્યા અને સાયલામાં બન્ને મહાત્માઓ ઘણીવાર સાથે રહ્યા. એ ઘટનાએ સાયલાને જગતમાં પ્રસિદ્ધ કરી દીધું.
વિચાર થાય છે કે, બે વ્યક્તિઓને મળવાનું ત્યારે થાય છે કે જ્યારે અન્ય કોઈ વ્યક્તિ પરિચય કરાવે. તો પરમકૃપાળુદેવ અને પૂ. શ્રી સૌભાગ્યભાઈને વચ્ચે ઇન્ટ્રોડક્ષન કરાવનાર કોણ ? તો અંતઃસ્કુરણાથી શ્રી સૌભાગ્યભાઈને એમ થયું કે, હું પરમકૃપાળુદેવ પાસે જાઉં. એ વખતે પરમકૃપાળુદેવ તો પ્રસિદ્ધિના શિખરે હતા. અનેક લોકો મળવા જતા. પછી તો પ્રસિદ્ધિથી વિમુખ પણ થઈ ગયા. છતાં શ્રી સૌભાગ્યભાઈને એમ થાય છે કે, જે મારી પાસે છે તે હું પરમકૃપાળુદેવને આપું. ક્યારેક એવું બને છે કે જ્યારે જે વ્યક્તિને નજરે જોયેલી ન હોય, સાંભળેલી ન હોય પણ અંતરમાં એટલો ઉમળકો આવે કે, આપણી પાસે જે સર્વશ્રેષ્ઠ છે તે સ્ક્રયથી ગમી ગયેલ વ્યક્તિને આપવા થનગનાટ થાય. વળી તે વ્યક્તિ ઘરે આવે ત્યારે આપણું એમ નહિ પણ સામે જઈને આપીએ. આ જે કાર્ય થયું તેની અંદર ઘણો બધો સંકેત રહેલ છે. આ બન્ને આત્માઓ પૂર્વભવોમાં મળ્યા હશે, જો કે આપણે તે જાણતા નથી. હાલ પણ આ બન્ને આત્માઓ ક્યાં વિચરી રહ્યા હશે તે પણ આપણે જાણતા નથી. શ્રી સૌભાગ્યભાઈ સામે ચાલીને પરમકૃપાળુદેવને આપવા જાય છે. આપણને ઘણી વ્યક્તિઓ મળવા આવતી હોય છે. બધાંને આપણે એક સરખું મહત્ત્વ આપતા નથી. વ્યક્તિને પારખીને મહત્ત્વ આપીએ છીએ. વાત વધારીએ છીએ. તો શું એવું શ્રી સૌભાગ્યભાઈમાં હતું કે જેને લીધે પરમકૃપાળુદેવ એમને આટલા બધા પત્રો લખવા માટે સમય કાઢે છે ? એ જમાનો એવો હતો કે જ્યારે પત્રલેખનની શૈલી
મહાનુભાવોનાં વક્તવ્યો
૨૨૬
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org