________________
હતી. અત્યારે તો આપણે આટલા પત્રો કોઈને લખતા નથી કારણ કે અન્ય સગવડો થઈ ગઈ છે. પણ પરમકૃપાળુદેવે શ્રી સૌભાગ્યભાઈને આટલા બધા પત્રો લખ્યા તો એમાં એમને એમની કંઈક પાત્રતા જણાઇ હશે કે જેથી પત્રો લખવાનું મન થાય અને શ્રી સૌભાગ્યભાઈનો જીવ પણ એવો કે, જેથી પ્રત્યેક વખતે કંઈ ને કંઈ પુછાવ્યા કરે છે. અલબત્ત કંઈક લાચારીથી પોતાની આર્થિક પરિસ્થિતિની વાત કરી બેસે છે. પણ એમ છતાં એ જે કંઈ જિજ્ઞાસા વ્યક્ત કરે છે તેના સમાધાનરૂપે પરમકૃપાળુદેવે જે પત્રો લખ્યા અને પાછા તે પત્રો સચવાઇ રહ્યા એ ઘણું જ મહત્ત્વનું છે. જેને લીધે આ બે વિભૂતિઓ કેવા પ્રકારની હતી તેનો આપણને પરિચય થાય છે. જો એ પત્રો સચવાયા ન હોત તો? જો આ રીતે સંકલનબદ્ધ ન થયા હોત તો? આ બન્ને મહાત્માઓનું સ્ક્રય કેવું હતું - લગની કેવી હતી - આત્મસ્વરૂપ પામવાની તમન્ના કેવી હતી એનો કશો અણસાર આપણને આવત નહીં. એક રીતે કહીએ તો આ પત્રલેખનની શૈલી અનેક રીતે ઉપકારક છે. આજે એનો ઉપયોગ ઓછો થતો જાય છે. બોલાતા શબ્દો કરતાં લખાયેલા શબ્દોમાં નિશ્ચિતતા વધારે હોય છે. એની અંદર પ્રમાણભૂતતા વધારે હોય છે. એની અંદર અધિકૃતતા વધારે હોય છે. એની અંદર વિચારોની વિશદતા આવે છે અને જેટલું પર્યાપ્ત છે એટલું જ લખાય છે. તો આટલું બધું પરમકૃપાળુદેવે શ્રી સૌભાગ્યભાઈને માટે લખ્યું એ બતાવે છે કે શ્રી સૌભાગ્યભાઈ એ જેવી તેવી વ્યક્તિ નહોતા. આપણે એ પણ જાણીએ છીએ કે ઈડરના અનુભવ પછી અને એમની સાધના પછી ઘણું પામી ગયા હતા. એમનો આત્મા મૂળભૂત રીતે તો એવી ઉચ્ચ દશાનો હતો કે તેથી જ આ બધું પામી શક્યા. ક્યારેક એ વિચાર આવે છે કે જ્યારે શ્રી સૌભાગ્યભાઈ પરમકૃપાળુદેવને મળ્યા ત્યારે બન્નેની ઉંમરમાં કેટલો મોટો તફાવત હતો ! અને છતાં બન્ને વચ્ચે પરમાર્થ સખાપણું-મૈત્રીપણું બની ગયું હતું. સામાન્ય રીતે સમાન વય-ગુણ-વ્યસનવાળા વચ્ચે મૈત્રી થાય એમ કહેવાય છે પણ આધ્યાત્મિક મૈત્રીમાં વય જોવાતી નથી હોતી. એમાં કોણ મોટું અને કોણ નાનું એ પણ જોવાતું નથી હોતું. શ્રી સૌભાગ્યભાઈના મનમાં ક્યારેય એવો વિચાર નથી આવેલ કે પરમકૃપાળુદેવ મારા કરતાં આટલા બધા નાના છે કે મારે એમની સાથે મૈત્રી રાખવાનું કારણ શું ? એ જ રીતે પરમકૃપાળુદેવને એવો વિચાર નથી આવેલ કે, મારે ઉંમરમાં મોટા-ઘરડા એવા શ્રી સૌભાગ્યભાઈ સાથે દોસ્તી કરવાને કોઈ કારણ છે ? પણ તમે જુઓ કે જ્યારે જ્યારે પરમકૃપાળુદેવે પત્રો લખ્યા છે ત્યારે ત્યારે શ્રી સૌભાગ્યભાઈ માટે કેવાં કેવાં સંબોધનો કરેલાં છે. પત્રમાં તો મોટાભાગે બહુવચનમાં લખેલ છે પણ હાથનોંધમાં લખે છે કે સોભાગ ! એકવચન. આમ ૨૨૭
- હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org